અમદાવાદઃ લૉક ડાઉનની કડક અમલવારી કરાવી રહેલ પોલીસને પણ જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વોરિયર્સ પર હુમલાના અહેવાલ એક બાદ એક મળી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લોકોએ અમદાવાદ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. જેને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પણ સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સ્થાનિક પી.આઇ સહિત અન્ય પોલીસ કર્મી ઇજાગ્રસ્ત હોવાના સમાચાર પણ મળી રહ્યાં છે.
પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત અમદાવાદના સરદારનગરમા આવેલ નહેરુનગરમાં પથ્થરમારાની ઘટના સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા પોલીસ પર કરાયો પથ્થરમારો કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસને બાવરી સમાજના લોકોનું ટોળું ભેગું થયું હોવાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો. જેને લઈ પોલીસ પહોંચતા ટોળાંએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું
પેટ્રોલિંગ કરતી સરદારનગર પોલીસ પર પથ્થરમારો, PI સહિત અન્ય પોલીસકર્મી ઇજાગ્રસ્ત સરદારનગરમાં મંદિર પાસે ટોળું ભેગા થતાં વિખેરવા જતાં ટોળાએ પોલીસ પર હુમલાની ઘટનામાં સરદારનગર પીઆઇ અને અન્ય પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જો.કે પોલીસે 3 મહિલા સહિત 16 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.