ETV Bharat / city

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પેપરના પુન: મુલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી શકશે - પેપરના પુન: મુલ્યાંકન માટે ઓનલાઈન અરજી

તારીખ 17 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. જે 71.34 ટકા જેટલું જ રહ્યું હતું. તો ફક્ત 44 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ મેળવ્યો હતો.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ પેપરના પુન: મુલ્યાંકન માટે ઓનલાઈન અરજી કરી શકશે

author img

By

Published : May 21, 2020, 12:41 PM IST

Updated : May 22, 2020, 4:21 PM IST

અમદાવાદઃ પરીક્ષામાં અપેક્ષા કરતાં ઓછા ગુણ મેળવનારા કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પેપરને રી-ચેકિંગ,ગુણ ચકાસણી અને OMR શીટની નકલ મેળવવા ઇચ્છતા હોય તે સ્વાભાવિક છે. આ માટે બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 26 મેથી લઈને 8 જુન સુધી બપોરે 12 થી 5માં ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sci.gseb.org પર નિયત ફી ભરીને અરજી કરી શકાશે. અરજીનો સ્વીકાર ફક્ત ઓનલાઈન થશે.

કોરોના વાયરસના કારણે પેપર રીચેકિંગની પ્રક્રિયા દર વખતની જેમ ગાંધીનગરમાં ન કરતા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે આવેલી અરજીઓ ધ્યાનમાં લઈને અલગ-અલગ ઝોનમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વાણિજ્ય પ્રવાહના પરિણામને લઇને હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વિજ્ઞાન પ્રવાહની જાહેરાતના પરિપત્રમાં ફેરફાર કરીને કેટલાક અસામાજીક તત્ત્વોએ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેને લઈને પણ બોર્ડે આવું કરવા વાળા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Last Updated : May 22, 2020, 4:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.