અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપ મહીસાગર જિલ્લા પ્રમુખ જે.પી પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી અને તેમાં ખાસ સ્પષ્ટતા કરી છે કે, આ ઘટના સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી.
વાઇરલ થયેલા વીડિયોમાં દેખાતા વ્યક્તિઓમાંથી કોઈપણ ભાજપનો હોદેદાર કે સક્રિય સભ્ય સુદ્ધા નથી. ભાજપ સ્પષ્ટ માને છે કે, આ પ્રકારની કોઈપણ ઘટનામાં કાયદાએ કાયદાનું કામ કરવું જ જોઈએ.
સોશિયલ મીડિયામાં તો બધાં ફોટાઓ પડાવતાં હોય છે. તેને આધારે ભાજપનાં હોદ્દેદાર કે સીધાં સંગઠન સાથે જોડાયેલા છે, તેવો કોંગ્રેસનો આક્ષેપ અયોગ્ય અને ખોટો છે.
ભાજપ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ લોકો સામે દાખલો બેસે તે રીતે કડક પગલાં લેવાં સરકાર અને પોલીસતંત્રને અપીલ કરે છે.
- જુઓ શું હતી આ સમગ્ર ઘટના...
કવન પટેલ તલવારથી કેક કાપતા જોવા મળ્યા હતા, જે અંગે વીડિયો થયો હતો વાઇરલ
મહીસાગરના સ્થાનિક ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે વીડિયો વાયરલ થયા બાદ વીરપુર પોલીસને જાણ કરી