ETV Bharat / city

Lake Development Project: શહેરની સુંદરતામાં સરકારે લીધો વધુ એક નિર્ણય

પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ સામે આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો (Lake Development Project) માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Lake Development Project: શહેરની સુંદરતામાં સરકારે લીધો વધુ એક નિર્ણય
Lake Development Project: શહેરની સુંદરતામાં સરકારે લીધો વધુ એક નિર્ણય
author img

By

Published : Aug 1, 2022, 10:33 AM IST

Updated : Aug 1, 2022, 11:01 AM IST

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો જન સુખાકારી માટેનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટ – જનહિત વિકાસ કામો માટે ફાળવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સિટી બ્યુટીફિકેશન – લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે. વધારાના આ 81 તળાવો (81 Lakes Development) સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા છે.

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હરવા-ફરવાના નવાં સ્થળોના વિકાસની સાથે ભૂગર્ભ જળસ્તર, પર્યાવરણ જાળવણી અને ઇઝ ઓફ લિવીંગમાં વધારો કરવાની નેમ સાથે અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટના કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    — CMO Gujarat (@CMOGuj) August 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ક્યાં કેટલા તળાવ - અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા (Lake Development Project) આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં (Jan Sukhakari) વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. મુખ્યપ્રધાને એ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : લીંબડીમાં નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી દિવસનો કાર્યક્રમ યોજાયો

તળાવો આસપાસ સુવિધા - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગરપાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે 81 તળાવોનો વિકાસ કરશે. તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પીચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે. એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મીની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે.

21 તળાવો ફાળવેલા - પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું (AMC Lakes Development) પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે. અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Mukhyamantri Shaheri Vikas Yojana) ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.

આ પણ વાંચો : શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ

નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવે વધુ 81 તળાવો જે રાજ્ય સરકાર હસ્તકના છે અને AMC હદ વિસ્તારમાં આવેલા છે. તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે. સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલિકાને 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આના પરિણામે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે

Last Updated : Aug 1, 2022, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.