અમદાવાદઃ ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાતમાં 20 મે 2020થી ફરી એકવાર ST બસની સેવા શરૂ કરવામાં આવશે. અંદાજે 2 મહિના જેટલા સમય બાદ ફરી એકવાર ST બસ સેવા કરવામાં આવશે. આ બસ સેેવા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે.
અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ST બસની સેવા શરૂ કરવામાં આવશે. હાલ તો આ બસ એક ઝોનમાંથી બીજા ઝોનમાં જઈ શકશે નહીં. તેમજ મોટી બસમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસી જ બેસી શકશે. બસમાં મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
ST નિગમ દ્વારા સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધી સંચાલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 1145 શિડ્યુલ નક્કી કરીને 7033 બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે.
બસ સ્ટેન્ડ પરથી કોઈને પણ ટિકિટ આપવા આવશે નહીં. બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનગ કરાશે. હાલ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેની સચિવાલયની બસ સેવાઓ હાલના તબક્કે સ્થગિત રખાયેલી છે.