ETV Bharat / city

પોલીસનું યુનિયન બનાવવાના નામે પૈસા લેનારા સામે SRP જવાને ફરિયાદ નોધાવી

પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી યુનિયન બનાવવાની માગ ચાલી રહી છે અને ગ્રેડ પે મામલે ડિજિટલ આંદોલન ચાલ્યું હતું તેને લઈને એક યુવકે સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવ્યું હતું અને પોલીસનું યુનિયન બનાવવા કેટલાક લોકો પાસેથી પૈસા પણ લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાઇ છે.

પોલીસનું યુનિયન બનાવવાના નામે પૈસા લેનાર સામે SRP જવાને ફરિયાદ નોધાવી

author img

By

Published : Jul 24, 2020, 3:11 PM IST

અમદાવાદ:હાર્દિક પઢીયાર નામના યુવકે ટેલીગ્રામમાં #2800SRP અને #રાજ્યઅનામતદળ 1221 નામથી ગ્રુપ બનાવ્યું હતું જેમાં કેટલાક પોલીસ જવાનો પણ હતાં.આ ગ્રુપમાં હાર્દિકે પોલીસ અશિસ્ત ફેલાય તેવા ઉશ્કેરણી ભરેલા મેસેજ કર્યાં હતાં.ઉપરાંત લોકો પાસેથી પોલીસ યુનિયનના નામે આર્થિક સહાય પણ મેળવી હતી.

પોલીસનું યુનિયન બનાવવાના નામે પૈસા લેનાર સામે SRP જવાને ફરિયાદ નોધાવી
પોલીસનું યુનિયન બનાવવાના નામે પૈસા લેનાર સામે SRP જવાને ફરિયાદ નોધાવી
ભોગ બનનાર SRP જવાને પણ ઈવોલેટ દ્વારા આર્થિક સહાય કરી હતી પરંતુ બાદમાં જાણ થઇ હતી કે પોતે છેતરાયાં છે જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાર્દિક પઢીયાર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોધીને તપાસ શરુ કરી છે.

અત્યાર સુધીની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હાર્દિક પઢીયાર ડીસા બનાસકાંઠાનો રહેવાસી છે ક્રાઈમ બ્રાંચ પાસે ગ્રુપની માહિતી છે અને હાર્દિકનો મોબાઈલ નંબર પણ છે.તેણે કોની કોની પાસેથી આર્થિક સહાય મેળવેલી છે અને કોણ કોણ લોકો હાર્દિક સાથે જોડાયેલાં છે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.