- રાજ્યમાં કોરોના મહામારીને રોકવા ડૉક્ટર્સ સતર્ક
- અમદાવાદ મેડિકલ એસોસિએશનના 45 ડૉક્ટર લાગ્યા કામે
- ડૉક્ટરની ટીમ દર્દીઓને ટેલિફોનિક માર્ગદર્શન આપશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની અછતથી લઇને હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હોવાની સતત સમસ્યા સર્જાઈ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સ્ટાફની સમસ્યા છે, જેથી ડૉક્ટરની પણ મુશ્કેલીઓ જોવા મળી રહી છે, ત્યારે કોરોના દર્દીએ હોમ આઇસોલેટ થઇને સારવાર લેવાની ફરજ પડી રહી છે. જો કે, હોસ્પિટલમાં બેડ ન હોવાની સમસ્યા અને અન્ય ઘણાં પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. જે માટે હવે AMA ના ડૉક્ટરોએ વિશેષ કોવિડ હેલ્પલાઈન શરૂ કરી છે. જેમા 45 જેટલા તબીબો દર્દીઓને ટેલિફોનિક માર્ગદર્શન આપશે.
ટેલિફોનિક માધ્યમથી કઈ પ્રકારની સારવાર આપવામાં આવશે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના 45 જેટલા તબીબો દ્વારા દર્દીઓને ટેલિફોનિક માર્ગદર્શન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના દર્દીએ દિનચર્યા કેવી રાખવી? હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું, જેવી સલાહ આ તબીબો આપશે. અમદાવાદ મેડિકલ એસોસિયએશનના 45 તબીબો સપ્તાહના સાતેય દિવસ હેલ્પલાઈન પર ઉપલબ્ધ રહેશે. તો બીજી તરફ હોમ આઈસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓને શું કરવું અને શું ન કરવું, કેવી સ્થિતિ હોય તો હોસ્પિટલમાં દાખલ થવુ તે મુદ્દે આ ડોકટર્સ માર્ગદર્શન આપશે. ત્યારે સામાન્ય લોકોને એક અપીલ પણ કરવામાં આવી છે કે, હેલ્પલાઈનનો હેતુ દર્દીઓને બેડ કે ઓક્સિજન ઉપલબ્ધ કરાવાનો નહી પણ રોગ વિશે તથા વેક્સિનેશનને લઈને યોગ્ય સલાહ આપવાનો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાની ચેઈન તોડવા માટે 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી- AMA
AMAના પ્રમુખે શું જણાવ્યું?
AMAના પ્રમુખ કિરીટ ગઢવીએ ટેલિફોનિક વાતચીત કરીને જણાવ્યું કે, ડૉકટરોના ટાઇમ સ્લોટ અલગ-અલગ સાથે નંબરોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કન્ફયુઝન ક્રિએટ ના થાય વળી અમે દરેદ પ્રકારના ડૉકટરોનો સમાવેશ કોવિડ હોમ આઇસોલેશનમાં સારવાર આપી શકે તે પ્રકારે કર્યો છે. ડોક્ટર પાસેથી યુનિફોર્મિટી સાથે રિપ્લાય જાય તે માટે અમે આ તમામ ડૉકટરોને ટ્રેનિંગ પણ આપી છે. આ તમામ ડૉકટરો પ્રાઇવેટ પ્રેકટીશનર છે અને તેઓ આ હેલ્પ લાઇન થકી લોકોને ખુબજ સારી રીતે સારવાર આપી શકશે તેવો વિશ્વાસ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વોરિયર્સ આવ્યા ડૉક્ટર્સની મદદે
ડૉક્ટરને ક્યાં સમય દરમિયાન ફોન કરી માર્ગદર્શન મેળવી શકાય છે?
રાજ્યમાં કોઈપણ વ્યક્તિ ડૉક્ટર દ્વારા ફળવાયેલા સમય દરમિયાન તેમને ફોન કરીને માર્ગદર્શન લઈ શકે છે. હવે તો RT-PCRમાં કોરોના પોઝિટિવ ખબર પડી જતા જ પેનિક થઇને લોકો દર્દીને લઇને હોસ્પિટલમા દોડે છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી હોતો પ્રારંભિક સારવાર ઘરે હોમ આઇસોલેટ થઇને થઇ શકે છે. ક્યારેક એવુ પણ બને છે કે, હોમ આઇસોલેશન દરમિયાન જ્યારે ઓક્સિજન ઓછું થઈ જાય ત્યારે તેઓ સમજણના અભાવે ICUની જગ્યાએ ઓક્સિજન બેડમાં જાય છે, ને પછી વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે પેનિક થઇને ચારેય બાજુ દોડે છે. કોરોનામાં કંઇ સારવાર ક્યારે કરવી, ક્યારે હોસ્પિટલમા દાખલ થવુ જેવી ઘણી બધી બાબતોની જાણકારીના અભાવે લોકો હેરાન થાય છે. આ હેરાનગતિ દૂર કરવા અને પ્રોપર માર્ગદર્શન મળે તે માટે આ હેલ્પલાઇન નંબર AMA દ્વારા જાહેર કરાયા છે.