ETV Bharat / city

અમદાવાદમાં ગરમીને લઈ પ્રાણીઓ,પક્ષીઓ અને સરીસૃપો માટે ખાસ વ્યવસ્થા - ahmedanad summer

ઉનાળામાં તાપમાનનો પારો ઊચો જઇ રહ્યો છે ત્યારે માનવી માનવી પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે અમદાવાદમાં આવેલા કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ અને સરીસૃપ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રાણીઓ પશુ-પક્ષીઓ અને સરીસૃપને ગરમીથી રાહત મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Apr 5, 2021, 7:47 PM IST

  • પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપને ગરમીથી બચાવવા ઝૂ તંત્રની વિશેષ કામગીરી
  • પાંજરાની બહાર કુલર મૂકવામાં આવ્યા જેથી પ્રાણીઓને ગરમીથી રાહત મળે
  • પશુ પ્રાણીઓને ડી-હાઇડ્રેશનથી બચાવવા દવા યુક્ત પાણી

અમદાવાદ: આકાશમાંથી વરસતી અગનવર્ષા માનવીને અકળાવી રહી છે. લોકો ગરમીથી બચવાના જાતજાતના પ્રયાસ કરતા હોય છે, ત્યારે પશુ પંખીઓ અને પ્રાણીઓને ઉનાળાની કાળઝાળ ગરમી અકળાવી રહી હોય છે. આગ ઝરતી ગરમીથી પશુ પક્ષીઓ અને પ્રાણીઓને રાહત મળે તે માટે અમદાવાદના કમલાનેહરૂ પ્રાણીસંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે પાંજરાની અંદર બાર સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, તો પાંજરામાં પાણીનાં હોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોજમાં બેસીને પ્રાણીઓ ઠંડક મેળવી શકે છે, આ ઉપરાંત પાંજરામાં તાપમાન ઘટાડવા ગ્રીન નેટ બાંધવામાં આવી છે, જ્યારે પાંજરાની બહાર કુલર દ્વારા ઠંડક આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે પ્રાણીઓ અને પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા દવા યુક્ત પાણી આપવામાં આવે છે.

પ્રાણીઓ,પક્ષીઓ અને સરીસૃપો માટે ખાસ વ્યવસ્થા

આ પણ વાંચો:સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયના વયોવૃદ્ધ ધીર નામના સિંહનું મોત

પ્રાણીઓ માટે 25 જેટલા કુલરો મુકવામાં આવ્યા

આ મામલે કાંકરિયા પ્રાણીસંગ્રલયના સુપ્રીડેન્ટેડ આર.કે. સાહુએ જણાવ્યું કે, અમે દર વર્ષે પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા કરીએ છીએ. ત્યારે લગભગ 25 જેટલા કુલરો મુકવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતમાં અંદાજે બે લાખ જેટલો ખર્ચ કરવામાં આવતો હોય છે. આ સાથે જ હાલમાં કોરોનાને ધ્યાનમાં લઈને પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ ઉપર ખાસ નજર પણ રાખવામાં આવે છે અને તેની તકેદારી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો:અમદાવાદના કાંકરિયા ઝૂમાં ઠંડીને લીધે ખાસ વ્યવસ્થા, પ્રાણીઓ માટે હીટર મુકાયા

પ્રાણીઓના ખોરાકને લઈને તંત્ર દ્વારા વિષેશ ધ્યાન આપવામાં આવે છે

ઉનાળાની ગરમીને લઇને પ્રાણીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે પ્રાણીઓના ખોરાકને લઈને પણ તંત્ર દ્વારા એટલું જ ધ્યાન આપવામાં આવતું હોય છે. કારણ કે, ઉનાળામાં ગરમીને લઇને તેમનો ખોરાક ઘટી જવાની શક્યતાઓ હોય છે અને ગરમીને લઇને ડિહાઇડ્રેશન પણ થવાની સંભાવના હોય છે. ત્યારે તંત્ર દ્વારા આવી કોઈ મુશ્કેલીઓ પ્રાણીઓને ન પડે તે માટે ખોટી તકેદારી પણ રાખવામાં આવતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.