ETV Bharat / city

Son Stole Money From Home: અમદાવાદમાં ગેમ રમવા માટે પુત્રએ કરી ઘરમાંથી રૂપિયાની ચોરી - ફ્રી ફાયર ગેમ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક કિશોર તેના પિતાના મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવા માટે Paytm મારફતે કેટલાક રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા, આ સાથે તિજોરીમાં પડેલા બીજા રૂપિયાની ચોરી કરી (son stole money from home to play game) તેના મિત્રને આપ્યા અને કેટલાક રૂપિયા તેણે ફ્રી ફાયર ગેમ રમવા માટે ઉપયોગ કર્યા હતા. આ બાબતે ઓઢવ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ (Police Station Odhav) કરાવી છે.

વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ગેમ રમવા માટે પુત્રએ કરી ઘરમાંથી રૂપિયાની ચોરી

author img

By

Published : Dec 19, 2021, 6:52 PM IST

અમદાવાદ: કિશોરના હાથમાં મોબાઈલ ફોન આપતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં એક કિશોર તેના પિતાના મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવા માટે Paytm મારફતે કેટલાક રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા, આ સાથે તિજોરીમાં પડેલા બીજા રૂપિયાની ચોરી (Son Stole Money From Home) કરી તેના મિત્રને આપ્યા અને કેટલાક રૂપિયા તેણે ફ્રી ફાયર ગેમ રમવા માટે ઉપયોગ (son stole money from home to play game)કર્યા હતા. આ બાબતે ઓઢવ વિસ્તારમાં રહેતા એક વેપારીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Station Odhav)દાખલ કરાવી છે કે તેમના કામ અર્થે તેઓ મોબાઈલમાંથી Paytm મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવા જતાં બેલેન્સના હોવાનુ જાણવા મળ્યું હતું.

વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, ગેમ રમવા માટે પુત્રએ કરી ઘરમાંથી રૂપિયાની ચોરી

ગેમ રમવા માટે બેન્ક એકાઉન્ટ ખાલી કર્યું અને ઘરમાં ચોરી કરી

ફરિયાદીનો મોબાઈલ તેમના બંને દીકરાઓ ગેમ રમવા માટે ઉપયોગ કરતા હોવાથી તેમને શંકા જતા બંને દીકરાઓની પૂછપરછ કરી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે, તેમના 4 મિત્રો સાથે મળીને બધા મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા, અને તેના માટે કિશોરે તેના પિતાના મોબાઈલમાંથી મિત્રોને Paytm મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આ બાબતની જાણ તેના પિતાને ના થાય તે માટે તેણે મોબાઈલમાંથી મેસેજ પણ ડિલીટ કરી દીધા હતા.

પિતાએ પુત્ર અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ કરી

જ્યારે ફરિયાદીએ તેમના રૂપિયા 12 લાખ રોકડા તિજોરીમાં મૂક્યા હતા, પરંતુ તેમાં પણ ગણતરી કરતા રૂપિયા 2 લાખ ઓછા હોવાનુ જાણવા મળ્યું હતું, જે બાબતે ફરિયાદીએ બન્ને દીકરાઓની કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે ફરિયાદી અને તેમની પત્ની ઘરે હાજર ના હતા ત્યારે તેમના દીકરાએ ચાવીથી તિજોરીનું લોક ખોલી તેમાંથી રૂપિયા લઇને કેટલાક રૂપિયા મિત્રોને આપ્યા હતા, અને કેટલાક પોતે ફ્રી ફાયર ગેમ રમવા માટે વાપરી નાખ્યા હતા. જે અંગેની જાણ ફરિયાદીને થતાં તેમણે તેમના દીકરા અને મિત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

આ પણ વાંચો:

સુરતમાં ફ્રેન્ડશીપના બહાને છેતરપીંડી કરતા ભાઈ-બહેનની ધરપકડ

અમદાવાદઃ PAYTMમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા આરોપીની કરાઇ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.