ETV Bharat / city

પત્નીની છેડતી કરતાં પુત્રએ પિતાની હત્યા કરી - અમદાવાદ ક્રાઈમ

અમદાવાદમાં ફરી સંબંધોની હત્યા થઈ. જેમાં સરદારનગરમાં પુત્રવધૂની છેડતી કરતાં પિતાની પુત્રએ હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીની છેડતી કરતાં પુત્રએ પિતાની હત્યા કરી

author img

By

Published : Aug 20, 2021, 2:00 PM IST

  • પુત્રએ કરી પિતાની હત્યા, પત્નીની છેડતી કરતાં કરી હત્યા
  • દસ્તાથી મોઢાના ભાગે ઘા મારી કરી હત્યા
  • પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડ

અમદાવાદઃ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પત્નીની છેડતી કરી હોવાનું કહીને પુત્રએ દસ્તા મોઢાના ભાગે મારતા પિતાનું મોત નીપજ્યું.. ઘટના એવી છે કે સરદારનગરમાં રહેતા પ્રિન્સ ગારંગેને પોતાના મોટાભાઈ અંકુશનો ફોન આવ્યો કે પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે જેથી હું તેમની સાથે ઝઘડો કરવા જઉંં છું. ભાઈનો ગુસ્સો જોઈને પ્રિંસે મિત્રને ફોન કરીને ઘરે મોકલ્યો. ત્યારે અંકુશ પોતાના પિતા બ્રિજેશ ઉર્ફે બિરજુ સાથે મારપીટ કરી રહ્યો હતો. પાડોશીઓ અને મિત્રોએ તેને છોડાવ્યો. જ્યારે પ્રિન્સ ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ જ હતો. આ ઝઘડા દરમ્યાન આરોપી અંકુશે દસ્તાથી પિતાના મોઢાના ભાગે ઘા ઝીકી દીધો. જેથી તેના પિતાને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું. આ ઘટનામાં નાના ભાઈએ પિતાની હત્યાને લઈને મોટાભાઈ અંકુશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે.

સરદારનગરમાં પુત્રવધૂની છેડતી કરતા પિતાની હત્યા કરતો પુત્ર
પુત્રની ધરપકડ થઈ

આ મામલે મૃતક બ્રિજેશ ઉર્ફ બિરજુ ગારંગેની પ્રથમ પત્ની 2013માં મૃત્યુ પામી હતી. તેમને 4 સંતાનો છે.. જેમાં બે પુત્ર અને બે દીકરી.. બન્ને દીકરીના લગ્ન થઈ ગયાં છે. જ્યારે મોટા દીકરા અંકુશના લગ્ન નવેમ્બર 2020માં થયાં હતાં. લગ્ન પછી અંકુશ પોતાની પત્ની કોમલને લઈને ભાડે રહેવા જતો રહ્યો હતો. પરંતુ મજૂરી કરવા છતાં કમાણી ઓછી હોવાથી તે ઘરનું ભાડું ભરી શકતો ન હતો.. જેથી 7 દિવસ પહેલાં જ મૃતક બિરજુભાઈ પુત્ર અને પુત્રવધુને પોતાના ઘરે લઈને આવ્યાં હતાં અને તેમનું રૂ 11 હજાર ઘરનું ભાડું ભર્યું હતું બિરજુભાઈ પર છેડતીના લગાવેલા આરોપને તેમનો નાનો દીકરો ખોટા કહે છે. પરંતુ બિરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યાં હોવાનો મેસેજ લખાવ્યો હતો. આ મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બિરજુભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યાં હતાં. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્ર અંકુશની ધરપકડ કરી છે.

મૃતક બિરજુભાઈને દારૂ પીવાની કુટેવ હતી

મહત્વનું છે કે મૃતક બિરજુભાઈને દારૂ પીવાની કુટેવ હતી ત્યારે એક દીકરો પિતાના ચારિત્ર્ય પર શંકા કરીને હત્યા કરે છે જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતાં હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં થયેલી 5 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચોઃ બનાસકાંઠાના થરાદમાં ગુમ થયેલા યુવકની હત્યા તેના જ 2 સાળાઓએ કરી હોવાનું સામે આવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.