ETV Bharat / city

ભાજપના અમદાવાદ સ્થિત ખાડિયા કાર્યાલયની કેટલીક રસપ્રદ વાતો - ભાજપ સમાચાર

એક સમયે ફક્ત બે બેઠકો અને ગણ્યાગાંઠ્યા કાર્યકરો સાથે શરૂ થયેલી પાર્ટી ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે. ત્યારે અમદાવાદના ખાડિયા સ્થિત ભાજપ કાર્યાલયની કેટલીક રસપ્રદ વાતો અત્રે પ્રસ્તુત છે.

ભાજપના અમદાવાદ સ્થિત ખાડિયા કાર્યાલયની કેટલીક રસપ્રદ વાતો

author img

By

Published : Apr 19, 2021, 4:38 PM IST

  • વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપના 11 કરોડથી વધુ કાર્યકરો
  • અમદાવાદમાં ભાજપનું પ્રથમ કાર્યાલય માણેકચોકમાં હતું
  • ખાડીયાથી શરૂ થયેલું ભાજપ આજે કેન્દ્રમાં

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી. તેની માતૃસંસ્થા ભારતીય જનસંઘ છે. ભાજપ ભારતીય જનસંઘની જ મુખ્ય આવૃત્તિ કહી શકાય છે. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી હતા. ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને વરેલી છે. અમદાવાદમાં ભાજપનું સૌપ્રથમ કાર્યાલય માણેકચોક ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જ્યાર બાદ ટૂંક સમયમાં ત્યાંથી ખસેડીને ખાડિયા ખાતે ગોલવાડમાં તેની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં વધતા જતા કેસને લઈ અમદાવાદ સિવિલ તંત્ર સજ્જ

2 સીટથી શરૂ કરીને કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવતી ભાજપ

આજે ભારતીય જનતા પાર્ટી લોકસભામાં 300થી વધુ બેઠકો સાથે એકલા હાથે કેન્દ્રમાં સરકાર બનાવી છે. આ ઉપરાંત ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, આસામ, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર અને ત્રિપુરા જેવા 12 રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ ઉપરાંત 6 જેટલા રાજ્યોમાં તે સાથી પક્ષ તરીકે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય કિસાન સંઘ અને ભારતીય મજદૂર સંઘ જેવી તેની ભગિની સંસ્થાઓને જોતા તે ભારત અને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. એક સમયે ફક્ત 2 બેઠકો અને ગણ્યાગાંઠ્યા કાર્યકરો સાથે પાર્ટી શરૂ થઈ હતી.

ભાજપના અમદાવાદ સ્થિત ખાડિયા કાર્યાલયની કેટલીક રસપ્રદ વાતો

ખાડીયાથી ભાજપ શહેર, રાજ્ય અને દેશ સુધી વિસ્તર્યું

આજે પણ અમદાવાદના રાજકારણમાં કોટ વિસ્તારની ભૂમિકા મહત્વની છે. તેમાં પણ 1987 સુધી ખાડિયામાં રહેલું ભાજપનું કાર્યાલય હોય કે વર્તમાનમાં શહેર ભાજપનું ખાનપુર કાર્યાલય હોય, તે રાજકારણનું કેન્દ્ર રહ્યું છે. ખાડીયાથી ભાજપના કાર્યકરો જ્યારે પાર્ટીને અમદાવાદ, રાજ્ય અને દેશ સુધી વિસ્તારવાનું આયોજન કરી રહ્યા હતા. ત્યારે તેની સાથે કેટલીક યાદગાર બાબતો જોડાયેલી છે. ખાડિયા ઇતિહાસ સમિતિના સેક્રેટરી અને ભાજપના કાર્યકર્તા ડોક્ટર હેમંત ભટ્ટે ETV Bharatને જણાવ્યું હતું કે, ખાડિયાના કાર્યાલય પર નાથાલાલ ઝઘડા અને વસંત ગજેન્દ્ર ગડકરે અમદાવાદમાં જનસંઘનો વ્યાપ વધારીને ગુજરાત અને દેશમાં ફેલાવ્યો હતો.

આ પણ વાંચો: શું મીઠા પર સેસ ઉધરાવવો સરકારને મોંઘો પડે છે?

દિગ્ગજ નેતાઓ નાના કાર્યાલયમાં રોકાતા

ભાજપના જૂના દિગ્ગજ નેતાઓ અટલ બિહારી વાજપેયી, એલ.કે.અડવાણી, સુંદરસિંહ ભંડારી વગેરે નેતાઓ અહીં આવતા અને નાના સરખા ખાડિયાના કાર્યાલયમાં રોકાતા હતા. તે વખતે હોટલ કે રેસ્ટોરન્ટમાં રોકાવાની અને જમવાની સગવડ નહોતી. ત્યારે કાર્યકરોના ઘરેથી તેમના માટે ટિફિન આવતું હતું. અહીં રાજકીય વિચાર-વિમર્શ થતો હતો. જેને આજે પણ જૂના કાર્યકરો વાગોળે છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ અહીં આવતા હતા

વર્તમાનમાં નવી દિલ્હી ખાતે દિન દયાલ ઉપાધ્યાય માર્ગ પર ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય કાર્યાલય છે. ગુજરાતમાં ગાંધીનગરમાં કોબા ખાતે પ્રદેશ કાર્યાલય છે. આ ઉપરાંત દરેક શહેર અને જિલ્લામાં પણ ભાજપના આધુનિક કાર્યાલય છે. પરંતુ તે વખતે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જનસંઘના યુવા કાર્યકરો હતા. 1987 સુધી ખાડીયાના ગોલવાડમાં જનસંઘનું કાર્યાલય રહ્યું હતું. તે વખતે નરેન્દ્ર મોદી, વસંત ગજેન્દ્ર ગડકર અને નાથાકાકાને મળવા આવતા હતા.

આ પણ વાંચો: આઝાદીના 75 વર્ષે પણ બનાસકાંઠાના સુલીપાણી ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ

ગુજરાતના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની યાદગાર વાત

વર્તમાન ગુજરાતના મહેસુલ પ્રધાન કૌશિક પટેલે કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે જનસંઘના આ કાર્યાલયનું ઈલેક્ટ્રીક અને ટેલિફોનનું બિલ ભરવા તે સમયના ટ્રેઝરર રમણભાઈને પાર્ટીના ડોનર એવા બંસીભાઈ પટેલ પાસેથી નાણાં લઈને બિલ ભરવું પડતું હતું. સિંગ-ચણા ખાઈને અને ભૂખ્યા પેટે રહીને જૂના કાર્યકરોએ જનસંઘને આગળ લાવવાના પ્રયત્નો કર્યા છે. ત્યારથી લઈને પાર્ટીની અત્યાર સુધીની સફર ઐતિહાસિક છે.

જુના જનસંઘથી ભાજપ સુધીનો સંઘર્ષ

60, 70 અને 80ના દશકનું જનસંઘ વિચારધારાથી જોડાયેલી પાર્ટી હતી, પરંતુ વધારે લોકો સુધી જોડાઈ ન હતી. તે વખતે પાર્ટી માટે સંઘર્ષ હતો. કાર્યકર્તાઓ અને સંસાધનો પણ સીમિત હતા. ખાડિયા કે માણેકચોકના કાર્યાલયનું આગવુ મહત્વ હતું. આજે ત્યારથી શરૂ કરીને ગણ્યાગાંઠ્યા કાર્યકર્તાઓના જનસંઘથી ભાજપના હજારો-લાખો કાર્યકર્તાઓ થયા છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીનું ‘દિલ્હી મોડલ’ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેટલું સ્વીકૃત બનશે?

ભાજપના સમર્પિત કર્મચારી પ્રભુદાસભાઈ હતા

હેમંત ભટ્ટે જણાવ્યું હતું કે, વર્તમાનમાં અમદાવાદની એમ. જે. લાઇબ્રેરી ખાતે કર્મચારી તરીકે ફરજ બજાવતા પ્રભુદાસભાઈ તે વખતે ખાડિયા કાર્યાલયના કાર્યકર્તા હતા. તેઓ અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જ્યારે અહીં આવતા તેમના માટે રહેવા-જમવા અને આરામ કરવા વગેરેની વ્યવસ્થા કરતા હતા. પ્રભુદાસભાઈએ તેમના ફોટા પણ સાચવીને રાખ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.