ETV Bharat / city

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા રોજના 1500 લોકોને પુરૂપાડે છે ભોજન

author img

By

Published : May 10, 2021, 9:02 PM IST

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં ઇસ્કોન ગ્રુપ અને શ્રી રામ-જલારામ સદાવ્રતના સહયોગથી હોસ્પિટલના દર્દીઓને, મેડિકલ, પેરામેડિકલ, પોલીસના અધિકારી, સફાઇ કામદારો સહિત તમામ લોકોને તમામ ખાવા-પીવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. રોજ 1,500થી વધારે લોકોને ત્રણેય ટાઇમ ખાવા-પીવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા રોજના 1500 લોકોને પુરૂપાડે છે ભોજન
ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સેવાભાવી સંસ્થા રોજના 1500 લોકોને પુરૂપાડે છે ભોજન

  • ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ખાવા-પીવાની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ઇસ્કોન ગ્રુપ
  • રોજ દર્દીઓ, મેડિકલ, પેરામેડિકલ, પોલીસના અધિકારી, સફાઇ કામદારો સહિત તમામ 1500 લોકોને અપાઇ છે સુવિધા
  • ખાવા-પીવાની તમામ વસ્તુઓ ચકાસણી કર્યા બાદ સંસ્થાના કાર્યકરો આપી રહ્યા છે

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં દર્દીઓ અને લોકોને સુવિધા મળી રહે તે માટે સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને સહયોગ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં GMDC ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં પણ સામાજિક સંસ્થા દ્વારા દર્દીઓની સાથે સાથે હોસ્પિટલના તમામ સ્ટાફને ખાવા-પીવાની જવાબદારી ઉઠાવી છે. રોજના 1500 જેટલા લોકોને ખાવા-પીવાની સુવિધા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ તક્ષશિલા સોસાયટીના લોકો કોરોના પોઝિટિવ પરિવારોને પૂરી પાડે છે ટિફિનની સેવા

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 900 બેડની ક્ષમતા

ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં 900 બેડની ક્ષમતા છે. જેમાં સારવારની તમામ જવાબદારી DRDO દ્વારા ઉઠાવવામાં આવી છે. અને સંસાલન અને હોલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને ત્રણેય ટાઇમ જમવાની પણ જવાબદારી ઇસ્કોન ગ્રુપ અને શ્રી રામ-જલારામ સદાવ્રત દ્વારા ઉઠાવવામાં આવી છે.

હોસ્પિટલમાં રોજ 1500 જેટલા લોકોને ભોજનની જવાબદારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવીઃ ઇસ્કોન ગ્રુપના ચેરમેન

ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકે ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ભોજન અંગે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં રોજ 1500 જેટલા લોકોને ભોજનની જવાબદારી સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવી છે. હોસ્પિટલના દર્દીઓ, ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ, અધિકારીઓ, પોલીસના અધિકારીઓ, સફાઇ કામદારો સહિતના તમામ લોકોને ખાવા-પીવાની સુવિધા આપવામાં આવે છે.

‘કોરોનાના દર્દીઓને સવારે નાસ્તો, 10 વાગ્યે નાસ્તો, બપોરના સમયે લંચ, 5 વાગ્યે નાસ્તો, સાંજે ડિનર, રાત્રે 11 વાગ્યે નાસ્તો આપવામાં આવે છે. તમામ દર્દીઓ દુધ, લીંબુ પાણી, સહિતની તમામ સુવિધાઓ પણ જરૂરના સમયે 24 કલાક આપવામાં આવે છે. સાથે સાથે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકોને તમામને સુવિધા આપવામાં આવે છે. હોસ્પિટલના તમામ લોકોને આપવામાં આવતી ભોજનની સુવિધાઓમાં સંસ્થાના લોકોને દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવે છે. પહેલા સંસ્થાના અગ્રણીઓ દ્વારા તમામ ભોજનને ટેસ્ટ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ તમામ દર્દીઓને આપવામાં આવે છે. સંસ્થામા મુખ્ય કાર્યકરો સતત હોસ્પિટલમાં હાજર રહે છે અને સતત તેમની દેખરેખમાં કામગીરી કરવામાં આવે છે’: ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટક

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં ભારત વિકાસ પરિષદે હોમ ક્વોરન્ટાઈન પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરી

સામાજિક સંસ્થાઓનો સહયોગ

કોરોનાની મહામારીમાં સામાજિક સંસ્થાઓના સહોયોગથી સરકાર દ્વારા તમામ કામગીરી અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેને લઇને કોરોનાના દર્દીઓ અને ફન્ટલાઇન વોરિયોર્સને મોટી રાહત મળી રહી છે. સંસ્થાઓ સાથે સંક્યાળેલા કાર્યકરો પણ દિવસ-રાત કામ કરી મહામારીમાં સહયોગ આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.