ETV Bharat / city

નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાનું વિશેષ મહત્વ જાણો

author img

By

Published : Sep 30, 2022, 11:07 AM IST

નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાની (Skandamata Puja Navratri) પૂજા કરવામાં આવે છે. માતાનું રૂપ સરળ, સુલભ અને મોહક છે. સ્કંદમાતાને ચાર ભુજાઓ છે. તેમનું વાહક સિંહ છે. દુર્ગાના પાંચમા રૂપ તરીકે પૂજાતા સ્કંદમાતાની પૂજા કરવાથી સાધકને મોક્ષ પ્રાપ્તિ થાય છે. (Navratri Fifth day in Ahmedabad)

નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાનું વિશેષ મહત્વ જાણો
નવરાત્રીના પાંચમાં દિવસે સ્કંદમાતાનું વિશેષ મહત્વ જાણો

અમદાવાદ દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ હોવા છતાં ખેલૈયોમાં ભારે ઉત્સાહ પૂર્વક ગરબા રમી રહ્યા છે. પાર્ટી પ્લોટ, શેરી ગરબાઓમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિના નવ દિવસ નવદુર્ગાની પૂજા કરવામાં આવતી હોય છે. તો આવો જાણીએ નવરાત્રીના પાંચમા દિવસે કયા સ્કંદમાતાની (Skandamata Puja Navratri) કેવી રીતે પૂજા કરવી જોઈએ.

સ્કંદમાતાનું સ્વરૂપ નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદમાતાની (Navratri Fifth day in Ahmedabad) પૂજા કરવામાં આવે છે. આ માતાજીનું સ્વરૂપ ખૂબ સુંદર અને મનમોહક છે. સ્કંદમાતાનો પૂજા જે પણ સાધક શ્રદ્ધા પૂર્વક કરે છે. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમના સ્વરૂઓની વાત કરવામાં આવે તો સ્કંદમાતાને ચાર ભુજાઓ છે. તેમની જમણી તરફ ઉપરની ભુજામાં સ્કંદને ખોળામાં લીધેલ છે. નીચેની ભુજામાં કમળનું પુષ્પ છે.ડાબી બાજુની ઉપરની ભુજા વરદ મુદ્રામાં છે અને નીચે વાળી ભુજામાં કમળ પુષ્પ છે. એવું કહેવાય છે કે તેમની કૃપાથી મુર્ખ પણ જ્ઞાની બની જાય છે.(Navratri 2022 in Ahmedabad)

પૌરાણીક દંતકથા પૌરાણિક માન્યતા અનુસાર, તારકાસુર નામના રાક્ષસે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી તેમને પ્રગટ થયા. તારકાસુરે બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન માંગ્યું. આના પર બ્રહ્માજીએ તારકાસુરને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેને મરવું પડશે. આના પર તારકાસુરે શિવના પુત્રના હાથે મૃત્યુનું વરદાન માંગ્યું કારણ કે તેને લાગતું હતું કે શિવજી ક્યારેય પરણશે નહીં અને જો લગ્ન નહીં કરે તો પુત્ર થશે નહીં. આ કિસ્સામાં તે મૃત્યુ પામશે નહીં. વરદાન મળતાં જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી હતી. ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. (navratri 2022 puja vidhi)

શુ ફળ મળે નવરાત્રીના પાંચમાં દિવસે જે પણ સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરે છે. તેના તમામ દોષ દૂર થઈ જાય છે. જે લોકોના જન્મ પત્રકમાં ગુરુ નબળો હોય છે. જો તેઓ આ દિવસે સ્કંદમાતાની પૂજા કરે છે તો બૃહસ્પતિના દોષ દૂર થાય છે. જ્ઞાન, ઉચ્ચ પદ અને સન્માનની પ્રાપ્તિ થાય છે.(Navratri organized in Ahmedabad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.