અમદાવાદઃ શહેરના કોટવિસ્તારમાં કોરોના કેસોમાં સતત વધારો થતાં AMC તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદના રંગીલા પોલીસ ચોકી પાછળ આવેલી મસ્જિદમાંથી કર્ણાટકના 16 વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેશનની હેલ્થ ટીમ અને શાહપુર પોલીસે સંયુક્ત રીતે મસ્જિદમાં તપાસ કરતાં બહારથી આવેલા 16 લોકો અહીં મળી આવ્યા હતા. જેથી આ તમામ લોકોને હાલ નિકોલ ખાતે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
જીવલેણ વાઇરસને વધુ ફેલાતા રોકવા માટે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં RAFની ટૂકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રંગીલા પોલીસ ચોકી સહિત અન્ય વિસ્તારોમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહીં છે.