અમદાવાદ : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, "અમદાવાદ જિલ્લામાં અસરગ્રસ્ત દેશોમાંથી આવેલા તથા અન્ય પૉઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 929 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા, તે પૈકી 666 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ કરતાં આરોગ્ય સહિત સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ 263 લોકો હેમ ક્વોરેન્ટાઈનમાં છે.
કોવિડ-19 પૉઝિટિવ કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની વિગત જોઈએ તો ફેમિલિ સંપર્કમાં આવ્યા હોય તેવી 17 વ્યક્તિઓ, કોમ્યુનિટી સંપર્કમાં આવ્યા હોય તેવા 131 અને હોસ્પિટલ કેર કોન્ટેક્ટમાં આવ્યા હોય તેવા 14 મળી કુલ 162 લોકો છે. અત્યાર સુધી કુલ 255 લોકોના સેમ્પલ લેવાયા છે. તે પૈકી 10 પૉઝિટિવ અને 245 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. હાલમાં પૉઝિટિવ સારવાર હેઠળ 9 દર્દીઓ છે, જ્યારે 1 વ્યક્તિ રિકવર થઈ છે. જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં 4, સાણંદ તાલુકામાં 3, તથા બાવળા, વિરમગામ, અને માંડલ તાલુકામાં એક-એક મળી કુલ 10 લોકો પૉઝિટિવ લક્ષણો ધરાવે છે. જો કે, જિલ્લામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
અમદાવાદ શહેરમાં નોવલ કોરોના વાઈરસના પૉઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનિટાઈઝેશનની વિસ્તૃત કામગીરી કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ ઘરોને સેનિટાઈઝ કરાયા છે.
આ બહુ મોટુ ટાસ્ક હોવા છતાં આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા લગભગ 90 જેટલા ગામોના 2.15 લાખ લોકોને આવરી લેવાયા છે. જિલ્લામાં 20.50 લાખથી વધુ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારતા ઉકાળાનું લાખ લોકોને વિતરણ કરાયું છે. તથા લગભગ 1190 હોમીયોપેથિક દવાઓ અપાઈ છે. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે આયુષ ટીમ ખુબ સુંદર રીતે કામ કરી રહી છે.” એમ તેમણે ઉમેર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રીંગ રોડ ઉપર 8 ચેકપોસ્ટ બનાવેલી છે, જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી પછી જવા દેવામાં આવે છે. જો ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ તમામ ચેકપોસ્ટ સેનિટાઇઝ કરવામાં આવેલી છે. અત્યાર સુધી આ 8 ચેક પોસ્ટ પર 26,800 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને સામાન્ય તાવ-શરદી જેવા લક્ષણો ધરાવતા કે શંકાસ્પદ જણાતા 16 જેટલા લોકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં 666 વ્યક્તિઓનો 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પૂર્ણ, 263 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ - six hundred people completed quarantine period
કોવિડ-19 વાઈરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ના વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે જેવી સઘન આરોગ્ય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવા જેવી કામગીરી કરાય છે.