ETV Bharat / city

રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રજત તૂલા - aHMADABAD NEWS

ધુળેટીના પાવન પર્વે સમસ્ત મહાજન દ્વારા આયોજીત મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અમદાવાદ ખાતે રજત તુલા અને પાંજરાપોળોને ચેક વિતરણ તથા ત્રણ ગૌચર વિકાસ કામોનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રજત તુલામાં મળેલી 85 કિ.ગ્રા. ચાંદી રાજ્યની પાંજરાપોળોના પશુધનના કલ્યાણ કામો માટે ઉપયોગમાં લેવા અર્પણ કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રજત તૂલા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રજત તૂલા
author img

By

Published : Mar 30, 2021, 8:01 AM IST

Updated : Mar 30, 2021, 12:36 PM IST

  • CMએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની સ્પષ્ટ નેમ વ્યક્ત કરી
  • શાસન કર્તાની નૈતિક ફરજ સૌ જીવોની અભયદાનની
  • શાસન દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને વધુ જીવોની રક્ષા માટેનું કાર્ય

અમદાવાદ : CM વિજય રૂપાણીએ જીવદયા, અનુકંપા અને કરૂણાના સંસ્કાર વારસાને વધુ પ્રબળ બનાવી અહિંસક, દિવ્ય, ભવ્ય ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની સ્પષ્ટ નેમ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, શાસન કર્તાની નૈતિક ફરજ સૌ જીવોની અભયદાનની છે. આ સરકારે શાસન દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને વધુને વધુ જીવોની રક્ષા માટેનું કાર્ય કરેલું છે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, આપણું ગુજરાત હેમચંદ્રાચાર્ય, મહાત્મા ગાંધી, સરદાર સાહેબનું ગુજરાત છે. જીવદયા આપણા સંસ્કાર છે, ત્યારે 'અહિંસા પરમો ધર્મ'ના મંત્રને આત્મસાત કરીને રાજ્યમાં ગૌવંશ હત્યા કાનૂન કડક બનાવ્યાં છે. ગૌવંશ હત્યા કરનારને 14 વર્ષ જેટલી આકરી કેદની સજાની જોગવાઇ કરીને આ કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો છે.

આ પણ વાંચો : નડિયાદમાં દાંડીયાત્રાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું

ઘાસચારા માટે રૂપિયા 1,600 કરોડ જેટલા અંદાજિત ખર્ચ

CMએ વધુમાં કહ્યું કે, કરૂણા અભિયાનથી 350 જેટલા ફરતા પશુને દવાખાનાની સેવા અપાઇ છે. પાંજરાપોળના પશુઓને સહાય જેવા અનેક સંવેદનાસ્પર્શી પગલા આ સરકારે જીવદયાની પ્રેરણાથી લીધા છે. મુખ્યપ્રધાને રાજ્યની પાંજરાપોળો આત્મનિર્ભર બને, પોતાના પશુધન માટે પોતે જ ઘાસચારો ઉગાડી શકે તે હેતુસર ગયા વર્ષના બજેટમાં 100 કરોડ ફાળવ્યા હતા. તેજ પરિપાટીએ આ વર્ષના બજેટમાં પણ 100 કરોડની ફાળવણી કરીને તેની ભૂમિકા આપી હતી. તેમણે ખાસ કરીને કચ્છના બન્ની વિસ્તારમાં મોટા પાયે ઘાસચારો ઉગાડીને દુકાળના સમયમાં કચ્છના પશુધનને કચ્છનું જ ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા માટે રૂપિયા 1,600 કરોડ જેટલા અંદાજિત ખર્ચે રાજ્ય સરકાર ઉભી કરી રહી છે તેનો પણ ખ્યાલ આપ્યો હતો.

આ પણ વાંચો : મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

પશુધનને ઘાસચારો મળી રહે સાથોસાથ રાજ્યમાં પાણીની પણ અછત ન રહે તે માટે સરકારના કાર્યો

પશુધનને ઘાસચારો મળી રહે સાથોસાથ રાજ્યમાં પાણીની પણ અછત ન રહે અને દુકાળ ભૂતકાળ બને તેવા અનેક જળસંચયના કામો પણ આ સરકારે કર્યા છે. રાજ્યમાં નવા તળાવોનું નિર્માણ, હયાત તળાવો ઉંડા કરવા, નદીઓની સફાઇ જેવા કામો સાથે નર્મદાના નીર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં પહોંચાડીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે તેમ પણ આ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષનો સંસ્કૃતિના આધાર ઉપર દયા, અનુકંપા, કરૂણાના સંસ્કાર વારસાની ઘરોહરને સાચવીને તમામ જીવોની ચિંતા સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાનો નિર્ધાર પુન: વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના આયોજન માટે સમસ્ત મહાજનની સરાહના કરી

બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના કનોડા, ગાંભુ અને પિલુચા ગામોમાં ગૌચર વિકાસ કામોનો ડિઝીટલી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાનએ કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે આ કાર્યક્રમના આયોજન માટે સમસ્ત મહાજનની સરાહના કરી હતી. સમસ્ત મહાજનના ટ્રસ્ટ્રી ગિરીશને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી મુખ્યપ્રધાનને મહાજન પરંપરા અને સેવા પ્રવૃતિથી વાકેફ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, સમસ્ત મહાજનના ટ્રસ્ટ્રીઓ સર્વ અશોક, લલિત ધામી અને અગ્રણીઓ તેમજ અંજલિ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 30, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.