ETV Bharat / city

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે હોસ્પિટલનું તંત્ર જવાબદાર: વિધાનસભામાં રજૂ કરાયો રિપોર્ટ - Fire incident at Shrey Hospital

ગુજરાત વિધાનસભામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન લાગેલી આગને મુદ્દે તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટૂસ ડી. એ. મહેતા કમિશનના રિપોર્ટમાં એમ જણાવાયું છે કે, આગ લાગવા પાછળ હોસ્પિટલના તંત્રનો વાંક છે. હોસ્પિટલમાં આગની પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ સંસાધનો ન હોવાથી જ દુર્ઘટના ઘટી હતી.

Fire incident at Shrey Hospital
અમદાવાદની શ્રેય હોસ્પિટલ
author img

By

Published : Sep 28, 2021, 3:39 PM IST

Updated : Sep 28, 2021, 9:50 PM IST

  • અમદાવાદના શ્રેય હોસ્પિટલમાં લાગી હતી આગ
  • આગ લાગવા બાદ રાજ્ય સરકારે નિમી હતી કમિટી
  • કમિટીનો રિપોર્ટ આજે વિધાનસભામાં રજૂ કરાયો

ન્યૂઝ ડેસ્ક: આજે મંગળવારે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા અને અંતિમ દિવસે કેગનો રિપોર્ટ જાહેર કરાયો હતો. જ્યારબાદ, અમદાવાદની શ્રેય અને રાજકોટમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન લાગેલી આગને લઈને તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રેય હોસ્પિટલની આગ પાછળ હોસ્પિટલનું તંત્ર જ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

શા માટે 2 હોસ્પિટલોમાં લાગેલી આગની તપાસ માટે કમિટી નિમાઈ હતી?

કોરોના મહામારી દરમિયાન અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેનો પડઘો ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ પડ્યો હતો. ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે ડી. એ. મહેતાના તપાસ પંચની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે આજે ચોમાસું સત્રના અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં ડી.એ. મહેતા કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં આગની ઘટનાનો સંપૂર્ણ દોષ હોસ્પિટલના ખભે નાંખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાં હાજર રહેલા કર્મચારીઓ અને ડોક્ટરને કોઈપણ પ્રકારની સજા નહીં કરવાનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બેડ નંબર 103ના વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ લાગી હતી અને વેન્ટિલેટર સાથે જોડાયેલા અન્ય ઉપકરણો તથા ઓક્સિજનની પાઈપ લાઈનમાં પણ આગ પ્રસરી જતા બાજુના વેન્ટિલેટરમાં પણ આગ લાગી હતી. આમ ઓક્સિજનની એરની પાઈપ એક બીજા સાથે કનેક્ટ હોવાથી આગ વધુ પ્રસરી હતી. જ્યારે આગ લાગવાથી દર્દીના વાળમાં આગ લાગી અને ત્યારબાદ સમગ્ર શરીર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઉપરાંત આગ બુઝાવવા માટે બ્લેન્કેટનો ઉપયોગ કરાયો હતો, પરંતુ ઓક્સિજનની પાઇપમાં પણ આગ લાગી જવાથી આગ વધુ વિકરાળ બની હતી. હોસ્પિટલમાં આગ દરમિયાન ઇમરજન્સી ગેટ બંધ હોવાથી આગ વધુ પ્રમાણમાં પ્રસરી હતી. જ્યારે રિપોર્ટમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હોવાનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આમ, હોસ્પિટલમાં વેન્ટિલેટરનો ઉપયોગ થતો હતો. જે હોસ્પિટલને વિનામૂલ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે વેન્ટિલેટરના ઉત્પાદકો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

શ્રેય હોસ્પિટલની ઘટનામાં શું આવ્યું સામે

શ્રેય હોસ્પિટલની બારીને સ્ક્રૂ મારીને પેક કરવામાં આવી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગી હતી. જેમાં રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આગ લાગી ત્યારે આગ જો બહાર ગઈ હોત તો ઓછું નુક્સાન થયું હોત. જોકે, ICU વોર્ડમાં જે પણ બારીઓ હતી. તે બારીઓમાં સ્ક્રૂ મારીને બાજુ એકદમ ફિટ રાખવામાં આવી હતી. જેથી આગ બહાર જઈ શકી નહી અને અંદરના અથવા વધુ વિકરાળ બનતી રહી. ICUમાં સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ અને ઓટોમેટીક સિસ્ટમ પણ રાખવામાં આવી ન હતી. જ્યારે, શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ એ વેન્ટિલેટર નહીં પરંતુ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમની અંદર સ્પાર્ક થવાથી લાગી હોવાનો પણ ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ બે વર્ષની મર્યાદા હોય છે, પરંતુ જે સિસ્ટમમાં આગ લાગી હતી તેને પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા હતા.

તપાસ કમિટી દ્વારા સરકારને આપવામાં આવેલા સૂચનો

- જ્યાં સુધી રેગ્યુલર સ્ટાફ ન આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર નિમણૂંક કરવી જોઈએ

- સરકારી તંત્રએ રેગ્યુલર સ્ટાફની ભરતી કરવી જોઈએ

- તમામ સ્થળોએ અગ્નિશામક સંસાધનો સુનિશ્ચિત કરવા જોઈએ

- રાજ્ય સરકાર વિધાનસભામાં 'ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો' બનાવે.

Last Updated : Sep 28, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.