ETV Bharat / city

અમદાવાદ: WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધું - કેન્સર

શહેરમાં સાયબર ક્રાઈમનો એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં WHOનું સર્ટિફિકેટ બતાવી વેપારીને કેન્સરની દવા બનાવવાનું કેમિકલ છે તેમ કહીને નકલી કેમિકલ પધરાવી દીધું છે. જે બાદમાં વેપારીને જાણ થતાં વેપારીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ: WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધું

author img

By

Published : Aug 31, 2020, 7:46 PM IST

અમદાવાદઃ સોલા સાયન્સ સિટી ખાતે રહેતાં કલ્પેશ પટેલે ફરિયાદ નોંધાવી છે કે ગત વર્ષે 24-09ના તેમના પર મેસેજ આવ્યો હતો જેમાં ધંધો કરવો હોય તો મેઇલ કરજો. જેથી કલ્પેશભાઈએ મેઇલ કર્યો હતો અને નંબર મેળવ્યો હતો. ત્યારે સામેવાળી વ્યક્તિ પોતે અમેરિકામાં છે અને તેનું નામ ડૉ. મેઘન એન્ડરસર્ન છે તેમ જણાવ્યું હતું. ડૉ. મેઘન સિલ્વર લાઈફ સાયન્સ કંપની ડેનવર યુ.એસ.એ ખાતે નોકરી કરતાં હોવાનું પણ જણાવ્યું હતુંં

WHOનું નકલી સર્ટિફિકેટ બતાવી કેન્સરની દવા બનાવવા માટેનું નકલી કેમિકલ પધરાવી દીધું

મેઘને કલ્પેશભાઈને જણાવ્યું હતું કે તેમની કંપની અગાઉ કેન્સરની દવા બનાવવા માટે દુબઇથી કેમિકલ મંગાવતી હતી. હવે તે દુબઈમાં નથી મળતું જેથી તેમની કંપનીને તે કેમિકલની જરૂરત છે અને તે કેમિકલ 1 લિટરના 5.5 લાખ રૂપિયા લેખે ભારતમાં મળે છે..જે મેઘનની કંપની 15 લાખમાં ખરીદશે અને જો કલ્પેશભાઈ ભારતથી કેમિકલ ખરીદીને અમેરિકા મોકલશે તો બંને વચ્ચે 50 ટકની ભાગીદારી રહેશે.

મેઘને કલ્પેશભાઈને હિમાચલ પ્રદેશની એક કંપનીનું નામ,સરનામું અને અન્ય વિગત આપી હતી અને ત્યાંથી કેમિકલ ખરીદી અમેરિકા મોકલવા કહ્યું હતું. કલ્પેશભાઈએ KRISHNA ENTERPRISE નામની કંપનીમાં મેઘનના કહ્યાં મુજબ કેમિકલ ખરીદ્યું હતું અને જેના બદલામાં 5.5 લાખ રૂપિયા RTGSથી મોકલ્યા હતા.બાદમાં કુરિયર મારફતે કલ્પેશભાઈને કેમિકલનું સેમ્પલ મળ્યું હતું, જેની સાથે WHOનું સર્ટિફિકેટ પણ હતું.જે બાદ કલ્પેશભાઈને વિશ્વાસ આવી ગયો હતી.હવે કેમિકલ અમેરિકા કેવી રીતે મોકલવું તે અંગે પૂછતાં મેઘને એક નંબર આપ્યો હતો. જેના પર કલ્પેશભાઈએ વાત કરી હતી જેમને કંપનીના CEO તરીકે વાત કરી હતી..જે બાદ કલ્પેશભાઈએ વાતચીત કરી હતી. જે બાદ અમેરિકાની કંપની તરફથી જણાવવામાં આવ્યું હતું કે અન્ય 5 જુદા જુદા કેમિકલની પણ જરૂર છે તો તે મળશે તો કુલ 300 લિટરનો ઓર્ડર આપશે અને પેયમેન્ટ પણ એડવાન્સ આપવામાં આવશે.જે બાદ કલ્પેશભાઈએ ફરીથી KRIHSNA ENTERPRISE નો સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી પહેલા પેમેન્ટ ચૂકવવાનું કહ્યું હતું જેથી કલ્પેશભાઈએ 14 લાખ અને 62,500 એમ પેમેન્ટ ચૂકવ્યું હતું. ત્યારબાદ બાકી રહેલા રૂપિયા ભરવાનું કહેતાં કલ્પેશભાઈને શંકા ગઈ હતી અને તેમને નેટ પર સર્ચ કર્યું ત્યારે અન્ય એક વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો . જેની સાથે આ રીતે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી કલ્પેશભાઈ છેતરાયાં હોવાનું જણાતાં સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.કલ્પેશભાઈએ હાલ સાયબર ક્રાઈમમાં મેઘન, નકલી કંપની અને બેન્ક એકાઉન્ટમાં પૈસા ભર્યાં હતાં તે ખાતેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમે આ અંગે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.