- શરણમ ફાઉન્ડેશનની સેવા
- શહેરના 15થી વધુ વિસ્તારોમાં કોરોનાગ્રસ્તોન ફ્રી ટિફિન પહોંચાડવામાં આવે છે
- રોજના 1,170 જેટલા ટીફીનની ડિલિવરી કરવામાં આવે છે
અમદાવાદઃ શહેરના વટવાના શરણમ ફાઉન્ડેશન દ્વારા શહેરના 15થી વધુ વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત, હોમ કવોરેન્ટાઇન દર્દીઓને નિઃશુલ્ક ટિફિન સેવા આપવવામાં આવે છે. વટવામાં રહેતા અને ફાર્મસીના વ્યવસાય સાથે સંકળાયેલા પલક પટેલ દ્વારા આ સેવા કરવામાં આવે છે. તેમના દ્વારા ગત માર્ચ 2020માં જ્યારે પ્રથમ લોકડાઉન આપવામાં આવ્યું ત્યારથી આ સેવા શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતના કોવિડ સેન્ટરમાં મળો જુનિયર મોદી ' ચા વાળા' ને
કેવી રીતે મળી પ્રેરણા ?
લોકડાઉનમાં સૌ પ્રથમ તેમને ગરીબો માટે ખીચડીનું વિતરણ શરૂ કર્યું હતું. તેમની પડોશમાં છ વ્યકતીઓના કુટુંબમાં સાસુ અને વહુ એમ બે મહિલાઓ કોરોના પોઝિટિવ આવતા કુટુંબના સભ્યોને જમવાની તકલીફ પડવા લાગી. જેથી તેમને કોરોનાગ્રસ્ત, હોમ કવોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
કયા-કયા વિસ્તારોમાં ટિફિન સેવા પહોંચાડાય છે ?
અમદાવાદના 15 જેટલા વિસ્તારોમાં પલક પટેલ પોતાની ગાડી લઈને કોરોનાગ્રસ્ત, હોમ કવોરેન્ટાઇન દર્દીઓને ટિફિન સેવા પૂરી પાડે છે. ટીફીનમા દાળ-ભાત, શાક, કઠોળ, રોટલી અને છાશ આપવામાં આવે છે. અમદાવાદના શ્યામલ, પાલડી, વાસણા, ઘોડાસર, મણિનગર, શિવરંજની, બોડકદેવ, થલતેજ, વટવા, મેમનગર વગેરે વિસ્તારમાં ટિફિન સેવા પૂરી પડાય છે. આ માટે કોઈ બાહ્ય મદદ લેવામાં આવતી નથી પરંતુ સેવાઓનો લાભ બીજાને મળે તે માટે જો કોઈ દર્દી કઈ આપવા ઈચ્છે તે સ્વીકારે છે.
આ પણ વાંચોઃ સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે મોસંબી શરબત સહિત ચા-નાસ્તાની સેવા શરૂ કરાઈ
અન્ય મદદ માટે પણ ફાઉન્ડેશન તૈયાર
આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા પાણી, છાશનું વિતરણ જરૂરિયાતમંદ દર્દીઓને મફત દવા અને બાળકોને સ્કૂલની ફી જેવી સેવા અપાય છે.