ETV Bharat / city

શંકરસિંહ વાઘેલાની સરકારને ચેતવણી : 25 ડિસેમ્બર સુધી સરકાર નહીં માને તો ખેડૂત આંદોલન ઉગ્ર બનશે

ગુજરાતમાં ખેડૂત આંદોલનને ધીરે ધીરે વેગવંતુ સમર્થન મળી રહ્યું છે. ત્યારે પોતાના અંદાજમાં બેબાક નિવેદનો માટે જાણીના ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને સરકારને ચીમકી આપી જણાવ્યું છે કે, વહેલી તકે ખેડૂતોની માગ પૂરી કરશે નહીં, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા
author img

By

Published : Dec 21, 2020, 5:07 PM IST

Updated : Dec 21, 2020, 5:27 PM IST

  • શંકરસિંહ વાઘેલાએ આપ્યું ખેડૂત આંદોલનને સમર્થન
  • 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી સ્વીકારે : શંકરસિંહ
  • શંકરસિંહે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી

અમદાવાદ : ગુજરાતમાં ખેડૂત આંદોલનને ધીરે ધીરે વેગવંતુ સમર્થન મળી રહ્યું છે. ત્યારે પોતાના અંદાજમાં બેબાક નિવેદનો માટે જાણીતા ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને સરકારને ચીમકી આપતા જણાવ્યું છે કે, વહેલી તકે ખેડૂતોની માગ પૂરી કરી દે નહીં તો આ ખેડૂત આંદલન ઉગ્ર કરવામાં આવશે.

શંકરસિંહ વાઘેલા
શંકરસિંહે જણાવ્યું હતું કે, જો આ કાયદો રહેશે, તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને રદ્દ કરવો પડશે.

શંકરસિંહ વાઘેલાની જાહેરાત બાદ રાજકારણમાં ખળભળાટ

પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની જાહેરાતને પગલે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલાએ મોટી જાહેરાત કરી છે. શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે કે, 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે, તો તેમને દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરશે. આ સાથે શંકરસિંહે જણાવ્યું હતું કે, જો આ કાયદો રહેશે, તો ખેડૂતો મરશે. ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને રદ્દ કરવો પડશે.

છેલ્લા કેટલા દિવસોથી કરી રહ્યા છે ખેડૂતો આંદોલન?

નવા કૃષિકાયદાના વિરોધમાં ગત 25 દિવસથી ખેડૂતો આંદલોન કરી રહ્યા છે. તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઇ સમાધાન આવ્યું નથી. દિલ્હી 3 ડિગ્રી તાપમાન છે. ત્યારે કડકડતી ઠંડીમાં સરકાર દ્વાર કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને આ અંગે નિવેદન આપી ખેડૂત આદોલનને સમર્થન આપ્યું હતું.

Last Updated : Dec 21, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.