ETV Bharat / city

અગ્નિપથ સ્કીમને મોકૂફ રાખી દેશને કહો તમારી ચિંતા છે : વડાપ્રધાનને વાઘેલાની અપીલ - What is Agnipath Yojana

કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથને (Agnipath Protest) લઈને સમગ્ર દેશ આગની હરોળમાં જોવા મળી રહ્યો છે. તેને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનું અગ્નિપથ (Shankarsinh Vaghela Statement Agnipath) યોજનાને લઇને એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શું કહ્યું વાધેલાએ જાણો વિગતવાર.

અગ્નિપથ સ્કીમને મોકૂફ રાખી દેશને કહો તમારી ચિંતા છે : વડાપ્રધાનને વાઘેલાની અપીલ

author img

By

Published : Jun 18, 2022, 11:40 AM IST

અમદાવાદ : કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથને લઈને આજે આખો (Agnipath Protest) દેશ ભડકે બળી રહ્યો છે. કોઈ જગ્યાએ ટ્રેનો સળગાવવામાં આવી રહી છે તો કોઈ જગ્યાએ પથ્થરમારો અથવા તોફાન થઈ રહ્યા છે. જે યોજનાને લઇને સમગ્ર દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનું અગ્નિપથ યોજનાને લઇને એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે દેશના (Shankarsinh Vaghela Statement Agnipath) યુવાનોને હિંસા નહિ પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા અપીલ કરતા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારની યોજના અગ્નિપથને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનું નિવેદન

સરકારની યોજના યુવાનોની પરીક્ષા - શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આ જે કેન્દ્ર સરકારની અગ્નિપથ (Agnipath Yojana) યોજના છે તે દેશના યુવાનોની પરીક્ષા છે. આજથી બે વર્ષ પહેલાં આર્મી ભારત સરકાર પાસે ખૂબ સારી સ્કીમ રાખી હતી. જે અત્યારે વિશ્વના અલગ-અલગ દેશોમાં ફરજિયાત રીતે તેનો અમલ કરવામાં આવે છે. આ યોજના મુજબ દેશના દરેક યુવાનો અને યુવતીઓને સ્કૂલ અથવા તો કોલેજ પછી આ યોજના મુજબ આર્મીની તાલીમ લેવી પડતી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય આર્મીએ જે સરકાર પાસે યોજના અમલમાં મૂકવા માટે જે પ્રપોઝલ મૂક્યું હતું. તેમાં એમનો આશય એવો હતો કે, ભારતીય યુવાનો ત્યાં ત્રણ વર્ષની તાલીમ લે તેમાં ડિસિપ્લિન, સ્વચ્છતા નિયમબદ્ધ હતા શીખે અને વિશ્વના કોઈ પણ ખુણામાં પહોંચે તો ભારતીય યુવાન ક્યાંય પાછો ના પડે કેવી રીતે તેમને તાલીમ આપીને સજ્જ કરવામાં આવે.

આ પણ વાંચો : અલીગઢમાં પણ થયો અગ્નિપથનો વિરોધ

દેશ સળગવાનું કારણ - શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભારતીય યુવાનો એક સારા નાગરિક બને , તે વિચાર સાથે ભારતીય આર્મીએ આ પ્રપોઝલ સરકાર સમક્ષ મુક્યું હતું. આર્મીની સુરક્ષાને ધ્યાનમાં લઈને વિશ્વના ઘણા બધા દેશોમાં આ સ્કીમ ફરજીયાત છે. ભારત સરકારે આ યોજનાને (Agnipath Scheme Protest) ધ્યાનમાં રાખીને ત્રણ વર્ષમાં ચાર વર્ષ કરીને આ યોજના અમલમાં લાવ્યા અને પરંતુ લિમિટેડ ભરતી માટે જ આ યોજના લાવ્યા છે. આ યોજના થકી યુવાનોમાં સ્કીલ અને બધા જેવા ગુણો વિકસે છે. પરંતુ, લોકોમાં આ યોજનાને લઈને ગેરસમજ જોવા મળી રહે છે. યોજનાને લઈને લોકોમાં જે ગેરસમજ જોવા મળી રહી છે તેના લીધે જ આજે દેશ સળગી રહ્યો છે.

આ પણ વાંચો : Agnipath Protest: પોલીસની "અગ્નિપરીક્ષા", "અગ્નિપથ" પર સળગ્યુ હરિયાણા

વડાપ્રધાનને વાઘેલાની અપીલ - વધુમાં વાઘેલાએ કહ્યું કે, ભારત સરકારે આ ગેરસમજને દૂર કરવા માટે થઈને વિષય નિષ્ણાંતો અને જે દેશમાં આ યોજના અમલમાં છે, ત્યાંના લોકોનો સંપર્ક કરીને આપણા દેશના 40 કરોડ જેટલા યુવાનોને આના વિશે સાચી માહિતી આપીને માહિતગાર કરવા જોઈએ. પરંતુ જો આ ગેરમાન્યતાની સાથે આ સ્કીમ આગળ વધશે તો દેશમાં ચોક્કસપણે તોફાનો જોવા મળશે. આ બાબતને લઈને શંકરસિંહ વાઘેલાએ દેશના વડાપ્રધાનને પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આ સ્કીમને મોકૂફ (What is Agnipath Yojana) રાખવામાં આવે અને યુવાનોને વિશ્વાસ અપાવો કે, દેશને તમારી ચિંતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.