- મહેમુદ શાહ બુખારીની દરગાહ ખાતે સબરસ્તા મહોત્સવ યોજાયો
- covid-19ની ગાઈડલાઈન પ્રમાણે નિયમોનું કરાયુ પાલન
- અમદાવાદના ભગવત પ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
અમદાવાદ: ધોલેરાના ભડીયાદ ખાતે આવેલી મહેમુદ શાહ બુખારીની દરગાહના પટ્ટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલ સબરસ્તા શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મણીનગર સ્વામિનારાયણ સંસ્થાન અમદાવાદના ભગવત પ્રિયદાસ સ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ધોલેરા સર ખાતે કાર્યરત L&T કંપનીએ ઉભા પાકને નાશ કરી કામગીરી શરૂ કરી, ખેડૂતોમાં રોષ
મણીનગરના સ્વામી દ્વારા વ્યસન મુક્તિ, ફેશન મુક્ત થવા આજના યુવકો અને યુવતીઓને સંદેશ
આ સમરસ્તા સંમેલન મહોત્સવમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો, અતિથિ વિશેષ તેમજ અન્ય મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇતિહાસકારોએ પણ કોમી એકલાસની ભાવના માટે અનુરોધ કર્યો હતો. સ્વામિનારાયણ મંદિર મણીનગરના સ્વામી દ્વારા વ્યસન મુક્ત અને ફેશન મુક્ત થવા આજના યુવકો અને યુવતીઓને સંદેશ આપ્યો હતો સાથે શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમમાં કે. એસ. ઝવેરી, સંજય પ્રસાદ, તેમજ ભાસ્કર તન્ના, મકરંદ મહેતા તેમજ ઇતિહાસકારો ખાસ જોડાયા હતા.
આ પણ વાંચો: ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે, ફેઝ-1નું ટેન્ડર જાહેર કરાયું