અમદાવાદની ઓનેસ્ટ હોટલના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બાદ વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન મંગાવેલ ફૂડમાંથી વંદો નીકળવાનો આરોપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના સોમવારની છે. સમગ્ર મામલે ગ્રાહકે રાજ્યના 'ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ'ને ફરિયાદ નોંધાવી છે.

શહેરની વધુ એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના ફૂડની ક્વોલિટી સામે પ્રશ્નો ઉભા થયા છે. મેમનગર વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટ બ્રાન્ચ પર એક ગ્રાહક દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપમાં ગ્રાહકે ઓનલાઈન ફૂડનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી વંદો નીકળ્યો છે. આ ઘટના 7 ઓક્ટોબરની હોવાનું માનવામાં આવે છે. જેના ફોટો વાઈરલ થયા છે.