અમદાવાદીઃ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ પારેખ અને વકીલ નિસાર વૈધના સહયોગથી સેનેટાઇઝ ટનલ અન્ય કર્મચારીઓ માટે મૂકવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ કે કર્મચારી કોર્ટ પરિસરમાં હાજર થાય તો ચોપડામાં નામ, નમ્બર, એડ્રેસ સહિતની વિગતો લખ્યા બાદ તેનું ટેમ્પપ્રેચર ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને ત્યાર બાદ સેનેટાઇઝ ટનલ થકી ગયાં બાદ તેને સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. નોંધનીય છે કે અમદાવાદમાં કોરોના આગમનના લગભગ બે મહિનાના સમયગાળા બાદ સેનેટાઇઝ ચેમ્બર મૂકવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં સૌથી પહેલાં આ પ્રકારની સેનેટાઇઝ ચેમ્બર મુકવામાં આવી હતી. હાઈકોર્ટે રેડ ઝોન અને કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં રહેતાં તેના તમામ કર્મચારીઓને નોકરી પર હંગામી ધોરણે ન આવવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટ અને ગુજરાતની તમામ કોર્ટમાં લગભગ બે મહિનાથી વિડીયો કોન્ફરન્સિંગ મારફતે અરજન્ટ કેસની જ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કે અન્ય આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગથી જજ સમક્ષ રજૂ કરવામાં આવે છે.