ETV Bharat / city

ભારતના મહાન સમ્રાટની ફિલ્મ શુક્રવારે થઈ રહી છે રિલીઝ, મિસ વર્લ્ડ પણ કરશે પદાર્પણ - ફિલ્મ નિર્દેશક ડો ચંદ્રપ્રકાશ દ્વિવેદી

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ રવિવારે અમદાવાદની મહેમાન (Samrat Prithviraj Movie starcast in Ahmedabad) બની હતી. સાથે જ તેમણે ફિલ્મનું પ્રમોશન કરતા સમયે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો લોકો સમક્ષ મૂકી હતી.

ભારતના મહાન સમ્રાટની ફિલ્મ આ શુક્રવારે થઈ રહી છે રિલીઝ, મિસ વર્લ્ડ પણ આ ફિલ્મથી કરી રહ્યાં છે પદાર્પણ

author img

By

Published : May 30, 2022, 2:39 PM IST

અમદાવાદઃ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના અભિનેતા અક્ષય કુમાર (Actor Akshay Kumar), અભિનેત્રી માનુષી છિલ્લર (Miss World Actress Manushi Chhillar) અને ફિલ્મ નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Film Director Dr Chandraprakash Dwivedi) રવિવારે અમદાવાદના મહેમાન બન્યા હતા. અહીં તેમણે પોતાની ફિલ્મનું પ્રમોશન (Samrat Prithviraj Movie starcast in Ahmedabad) કર્યું હતું. જોકે, મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની આ પહેલી ફિલ્મ છે. તો અહીં પ્રમોશન દરમિયાન કલાકારોએ પોતાના અનુભવ લોકો સાથે શેર કર્યા હતા. મહત્વનું છે કે, આ ફિલ્મ મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે, જેમાં સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકામાં અક્ષય કુમાર જોવા મળશે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મહાન યોદ્ધાની વાર્તા લોકોની સમક્ષ લાવવાનું મને ગૌરવ છેઃ અક્ષય કુમાર

આ પણ વાંચો- આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા

આ ભાષામાં પણ રિલીઝ થશે ફિલ્મ - સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં (Samrat Prithviraj Movie starcast in Ahmedabad) આવશે. આ ફિલ્મમા ભારતના ગૌરવ અને ભારતીય સંસ્કૃતિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મનું એડવાન્સ બુકિંગ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

એક ભારતીય કેવું હોવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મ છે

આ પણ વાંચો- Film Bhool Bhulaiya 2 : કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન

ભારતના ઈતિહાસ વિશે નિર્દેશકે કરી વાત - આ ફિલ્મના નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ (Film Director Dr Chandraprakash Dwivedi) જણાવ્યું હતું કે, ભારતનો ઈતિહાસ એ માત્ર મુઘલો, ગઝની કે ખિલજીનો જ નથી. ભારતનો ઈતિહાસમાં મહારાણા પ્રતાપ, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો પણ સમાવેશ થાય છે, પરંતુ અભ્યાસમાં આપણને માત્ર મુઘલ સામ્રાજ્ય જ ભણાવામાં આવે છે. પહેલા ટેલિવિઝન હર હર મહાદેવ કે ભગવો લહેરાવી શકતા નહતા, પરંતુ હવે તે શક્ય બન્યું છે. ભારતનો ઈતિહાસ હિન્દુ ઈતિહાસ ધરાવે છે.

ફિલ્મ માટે કર્યું રિસર્ચ - ફિલ્મ નિર્દેશકે (Film Director Dr Chandraprakash Dwivedi) વધુમાં જણાવ્યું હતુ કે, આ ફિલ્મની સ્ટોરી બનાવતા પહેલા અંદાજિત 12 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફિલ્મ બનાવવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ કોરોના કારણે 3 વર્ષ મોડી થઇ છે, પરંતુ હવે આ ફિલ્મ આગામી 3 જૂને રિલીઝ કરાશે.

એક ભારતીય કેવું હોવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મ છે - ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે જણાવ્યું હતુ કે, પૃથ્વીરાજ ચૌહાણ જીવન ખરેખર પ્રરેણાદાયી (Inspiring Life of Emperor Prithviraj Chauhan) છે. તેઓ જે સિદ્ધાંતો માટે ઊભા હતા. તેમણે જે હિંમત દર્શાવી છે. તેમના હ્રદયમાં રહેલી શુદ્ધતા અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ. આ બધાએ તેમને અસાધારણ માનવી બનાવ્યા હતા. એક ભારતીયે કેવું બનવું જોઈએ. તેનું એક ઉત્તમ ઉદાહરણ છે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. તેઓ ફક્ત સત્ય, આદર અને ન્યાય પ્રત્યે તટસ્થ રહેવા માટે જીવ્યા હતા. તેમણે તે સમયે મહિલા સશક્તિકરણની વાત કરી હતી.

મહાન યોદ્ધાની વાર્તા લોકોની સમક્ષ લાવવાનું મને ગૌરવ છે - અભિનેતા અક્ષય કુમારે (Actor Akshay Kumar) વધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે, બધા બાળકો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણને જુએ અને મને આશા છે કે, આ એક એવી ફિલ્મ છે. જે આપણને ઘણું શીખવી શકે છે. આ ફિલ્મ આપણને આપણા ગૌરવશાળી ઈતિહાસ વિશે જણાવે છે. આપણે બધાએ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરનારા લોકોની બહાદૂરી અને ગાથાઓ જાણવી જોઈએ. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જીવન તેનું આબેહૂબ ઉદાહરણ છે. આ એક વાર્તા છે, જે આપણા દેશના બાળકો અને યુવાનોને કહેવાની જરૂર છે. આ મહાન યોદ્ધાની વાર્તા તેમની સમક્ષ લાવવાનું મને ગૌરવ છે.

માનુષી છિલ્લર ફિલ્મી પડદે કરશે પદાર્પણ - આ ફિલ્મથી હિન્દી સિનેમામાં પદાર્પણ કરી રહેલાં મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લરે (Miss World Actress Manushi Chhillar) જણાવ્યું હતું કે, તેમને આ ફિલ્મથી ઘણું શિખવા મળ્યું છે. સાથે જ તેમણે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.