ETV Bharat / city

દિવાળી સમયે બજારમાં કોરોનાને પગલે રોગપ્રતિકારક મીઠાઈનું વેચાણ જાણો અમારા વિશેષ અહેવાલમાં... - અમદાવાદના મીઠાઈના સમાચાર

દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી સૌથી વધુ કરતા હોય છે, ત્યારે આ વખતે કોરોના મહામારીના કારણે દર વર્ષ કરતા માર્કેટમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે. માર્કેટમાં 50 અલગ-અલગ નવી નવી મીઠાઈઓ આવી હોવા છતાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો નથી. દુકાનદારોએ પણ નિયમોનું પાલન કરી તમામ મીઠાઈ પર બેસ્ટ ઓફર પણ રાખવામાં આવી છે. જોકે કોરોના વાઇરસના રોગ સામે લડવા રોગપ્રતિકારક મીઠાઈ પણ ખૂબ જ વધુ વહેંચાઈ રહી છે.

દિવાળી સમયે બજારમાં કોરોનાને પગલે રોગપ્રતિકારક મીઠાઈનું વેચાણ

author img

By

Published : Nov 13, 2020, 12:56 PM IST

  • બજારમાં રોગપ્રતિકારક મીઠાઈનું ધૂમ વેચાણ
  • તુલસીના પાન અને આયુર્વેદિક મસાલાથી તેજ રોગપ્રતિકારક મીઠાઈ
  • કોરોના રોગપ્રતિકારક મીઠાઈ લોકોના આકર્ષકનું કેન્દ્ર

અમદાવાદ: દિવાળી અને નૂતન વર્ષ આવતાની સાથે જ બજારોમાં મીઠાઈનું મહત્વ ખૂબ જ વધી જતું હોય છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીની ખરીદી માટે બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને તેની અસર મીઠાઈની બજારોમાં જોવા મળી રહી છે. દર વર્ષે મીઠાઈના વેપારી અવનવી મીઠાઈઓ લાવતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ બનાવવામાં આવી છે. જેમાં આયુર્વેદિક વસ્તુઓ તુલસીના પાન વગેરે નાખી મીઠાઈ બનાવવામાં આવી છે. ઉપરાંત બજારમાં અન્ય મીઠાઈઓ જેવી કે, ડ્રાયફ્રુટ મીઠાઈ, કાજુકતરી, ફેન્સી ડ્રાયફ્રુટ, અન્નકૂટ માટે સ્પેશિયલ મીઠાઇ બનાવવામાં આવી છે.

મીઠાઈના બજારમાં ગત્ત વર્ષની સરખામણીએ મંદીનો માહોલ

અમદાવાના વર્ષોથી જાણીતા સ્વીટના માલિક અજીત પટેલે ઈટીવી ભારતના સંવાદદાતા પાર્થ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, દર વર્ષે મીઠાઈ ની માગ રહેતી જ હોય છે. નવી મીઠાઈ અમે બનાવીએ છીએ આ વર્ષે કોરોના મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા હેતુસર અમારા દ્વારા યુનિટી મીઠાઈ બનાવવામાં આવી છે. જેમાં અલગ-અલગ આયુર્વેદિક વસ્તુઓ તુલસીનું પાન તથા અન્ય ચીજ વસ્તુઓ મુકવામાં આવી છે. તમામ ચીજવસ્તુઓની મિશ્રણ કર્યા બાદ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ મીઠાઈ બનાવવામાં આવી છે. જેની કિંમત આશરે 1200 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી છે. ઉપરાંત આ વર્ષે આ મીઠાઈના વેપારમાં 45 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. અન્ય દેશોમાં પણ મીઠાઈ નિકાસ કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને સ્પેશિયલ પેકિંગ ઓળા મીઠાઈમાં કરવામાં આવી રહ્યા છે. જેના માટે મીઠાઈ ખરીદવા આકર્ષી રહ્યા છે.

દિવાળી સમયે બજારમાં કોરોનાને પગલે રોગપ્રતિકારક મીઠાઈનું વેચાણ

મીઠાઈ સાથે બિસ્કીટ અને કુકીઝની વસ્તુઓમાં પણ વધારો

મીઠાઈ બજારમાં અવનવી જોવા મળી રહી છે, પરંતુ સાથે હવે બિસ્કીટ આપવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. નવા વર્ષ દરમિયાન લોકો એકબીજાને બિસ્કિટ અને કુકીઝ આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી અલગ-અલગ પ્રકારના કુકીઝ બનાવી એનું પેકિંગ કરી રાખવામાં આવ્યું છે. પરસાળમાં ખાસ કરીને કોઈ ઘરાકી જોવા મળતી નથી, પરંતુ મીઠાઈની વધુ લોકો ખરીદી કરી રહ્યા છે. ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઇનું વેચાણ ખૂબ જ વધી રહ્યું છે. તેમાં પણ મોટી કંપનીઓ દિવાળી તહેવારની ગિફ્ટમાં મીઠાઇનું બોક્સ આપી રહ્યા છે. તેવામાં ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈનો ઓર્ડર શરૂઆતથી જ વધુ જોવા મળી રહ્યો છે તેવું વેપારીનું જણાવ્યું છે.

કોરોના મહામારી વચ્ચે મીઠાઈ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

કોરોના મહામારી વચ્ચે દિવાળીનો તહેવાર હોવાથી લોકો જે છે તે મીઠાઈની ખરીદી તરફ આકર્ષણ વધ્યું છે. પરંતુ કોરોના મહામારીમાં મીઠાઈની ખરીદી કરવી તે યોગ્ય નથી. તેઓ અમદાવાદ તબીબી જગતનું માનવું છે. કારણ કે, મીઠાઈની અંદર ભેળસેળ તથા એસેન્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે તેવું તેમનું જણાવવું છે. તો બીજી તરફ દુકાનોમાં બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આંખ આડા કાન કરી રહ્યું છે અને કોરોનાને જાણે આમંત્રણ આપવા માટે તમામ દુકાનદારોને છૂટ આપવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.