ETV Bharat / city

ETV Bharat Special: રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ, હવે ભાજપની ત્રણ બેઠક પર જીત નિશ્ચિત

ગુજરાતમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી 19 જૂને યોજાઇ રહી છે. ચૂંટણી યોજાઇ તે પહેલાં ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું છે. અગાઉ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, અને હવે બીજા બે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે, જેથી હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે કોંગ્રેસના એક ઉમેદવારની હાર થશે. આમાં નરહરિ અમીનને લોટરી લાગી જશે. એવું તો શું થયું કે, કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે? રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ પર ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ, હવે ભાજપની ત્રણ બેઠક પર જીત નિશ્ચિતઃ ETV Bharat Special

author img

By

Published : Jun 4, 2020, 6:01 PM IST

Updated : Jun 4, 2020, 7:39 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી 19 માર્ચે યોજાઈ રહી છે. ચાર બેઠકો માટે ત્રણ ભાજપના ઉમેદવાર અને બે કોંગ્રેસના ઉમેદવાર ઉભા છે. ચૂંટણી યોજાય તે પહેલાં કોંગ્રેસના બીજા બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે, જેથી હવે નિશ્ચિત છે કે એક ઉમેદવારની હાર થશે. આમાં નરહરિ અમીનને લોટરી લાગી જશે. ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ પર ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ…

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ, હવે ભાજપની ત્રણ બેઠક પર જીત નિશ્ચિતઃ ETV Bharat Special
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં તોડફોડ, હવે ભાજપની ત્રણ બેઠક પર જીત નિશ્ચિતઃ ETV Bharat Special
રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી, પણ કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લૉક ડાઉનનો અમલ થતાં 26 માર્ચની ચૂંટણી રદ કરવી પડી હતી અને હવે 19 જૂને ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચે કરી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પર પસંદગી ઉતારી છે.

રાજ્યસભાની ચૂંટણી ભાજપ માટે મરણિયો જંગ બની ગઈ છે. કારણ કે ભાજપને લોકસભાને સ્પષ્ટ બહુમતી છે, પણ રાજ્યસભામાં નથી. આથી રાજ્યસભામાં ભાજપને પૂરતું સંખ્યાબળ મેળવવા માટે વધુમાં વધુ બેઠકો જીતી શકાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવારે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસના તેમના ધારાસભ્યનો સાચવવા લાગી છે, પણ કોંગ્રેસ ગમે તે કારણસર કાચી પડી છે. 26 માર્ચે પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જે વી કાકડિયા, સોમા ગાંડા, પ્રવીણ મારુ, પ્રદ્મુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવીતે રાજીનામા આપ્યા હતા. ત્રીજી જૂને કરજણ બેઠકના ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ આપ્યું છે, જે પછી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસ તૂટી રહી છે, પણ કોંગ્રેસનું મોવડીમંડળ તેમના ચૂંટાયેલા ધારાસભ્યોને સાચવી શક્યું નથી.

2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે ભાજપ 99 બેઠક જીતી હતી અને કોંગ્રેસ 77 બેઠક પર વિજયી બની હતી. આજની સ્થિતિ જોઈએ તો ભાજપ 103 બેઠક ધરાવે છે, અને કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો છે. કોંગ્રેસના 11 ધારાસભ્યો ઓછા થયા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ 7 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે રાજ્યસભાની ત્રણ બેઠકો કબજે કરવા માટે ભાજપ ધારાસભ્યોની ખરીદી કરી રહી છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને સીએમઓમાં બેઠેલા કૈલાશનાથન જેવા અધિકારીઓ મહામારીથી લોકોને બચાવવાને બદલે રાજકીય રીતે પીએમની સૂચનાથી ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના પુરાવા પણ અમારી પાસે છે. અમિત ચાવડાએ તો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમારી પાસે બન્ને સીટ જીતવા પુરતું સંખ્યાબળ છે અને રણનીતિ પણ છે.

કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપીને કોંગ્રેસ છોડી છે, તેમની હૈયાવરાળ અલગ છે. કોંગ્રેસમાં જુથવાદ છે. કોંગ્રેસમાં હવે વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે કે કેમ?, કોંગ્રેસમાં કેન્દ્રમાં નેતાગીરી નબળી છે. કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ બનીને કાર્ય નથી કરી રહ્યો, જેવા અનેક કારણો છે. તો સામે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા નેતાઓને ભાજપમાં જ વિશ્વાસ વધી રહ્યો છે કે કેમ કે તેની પાસે હાલ સત્તા છે. તેઓ તેમના વિસ્તારોમાં ધાર્યા કામ રાજ્ય સરકાર પાસે કરાવી શકે છે. અને પૈસા પણ ભાજપ પાસે છે. હાલ ભાજપને ધારાસભ્યોની જરૂર છે, તો તેઓ રાજીનામું આપવા સામે રાજ્ય સરકાર પાસે કોઈને કોઈ અભય વચન માંગી લીધુ હશે. જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા, અને સાંજે કેબિનેટ પ્રધાન બની ગયાં.

ટૂંકમાં ભાજપે રાજ્યસભાની ચૂંટણી પહેલા જોરદાર ગેઈમ રમીને કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યોને રાજીનામા આપવા મજબૂર કર્યા છે, અને રાજીનામાં આવી પણ ગયાં છે. હવે ગુજરાત વિધાનસભાનું કુલ સંખ્યાબળ 182માંથી હાલ ઘટીને 173 થયું છે. પેટા ચૂંટણી યોજાશે પછી પાછા 182 ધારાસભ્યો થશે. આજના બે ધારાસભ્યોને તોડવામાં રાજ્યસભાની ચૂંટણીમાં ઉભા રહેલા પાટીદાર ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનનું ભેજુ કામ કરી ગયું હશે. કારણ કે ક્રમાનુસાર અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાની જીત તો નક્કી છે, પણ ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે પાટીદાર ઉમેદવાર ઉતારવા પાછળનું ગણિત આ પણ હોઈ શકે કે તેઓ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લે. અને તે પ્રમાણે જ થયું છે. નરહરિ અમીન રાજકારણના જૂના ખેલાડી તો ખરાને.

એનસીપીમાંથી પણ શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરી દેવાઈ છે અને એનસીપીની કમાન ફરીથી જયંત બોસ્કીને સોંપાઈ છે. જેથી એનસીપી રાજ્યસભાની ચૂંટણીમાં બાર્ગેઈન કરી શકશે. એનસીપી પાસે એક વોટ છે, પણ તે ખૂબ મહત્વનો તો છે.

ગુજરાત ભાજપે હવે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ચારમાંથી ત્રણ બેઠકો પર જીત નક્કી કરી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે શક્તિસિંહ ગોહિલ જીતે છે કે ભરતસિંહ સોલંકી. 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન છે, અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થનાર છે, એટલે 19 જૂને જ પરિણામ જાહેર થઈ જશે.

-ભરત પંચાલ બ્યૂરો ચીફ, અમદાવાદ

Last Updated : Jun 4, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.