- ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે કોર્પોરેશનની ચૂંટણી
- અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા અધિકારીઓની કાર પરત સોંપાઈ
- નીતિ વિષયક નિર્ણયો કમિશનર લઇ શકશે નહીં
અમદાવાદ: રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નેતાઓની મુદત પૂરી થતા તમામ અધિકારીઓ અને નેતાઓએ પોતાની કાર પરત કરી દીધી હતી. આગામી જાન્યુઆરી મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની શક્યતાઓને પગલે પક્ષ દ્વારા ટિકિટ મેળવવાની તમામ લોબિંગ શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે ચૂંટણી કોરોના મહામારીના કારણે 3 મહિના પાછળ ધકેલવામાં આવી છે ત્યારે તમામ કામગીરીઓ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવી છે. પરંતુ નીતિ વિષયક કોઈપણ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર લઇ શકશે નહીં.
ટેન્ડરને લગતા કાર્યો કમિશનર કરી શકશે નહીં
મહત્વનું છે કે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે આદેશ આપ્યો છે કે કોર્પોરેશનમાં ચૂંટણી યોજાયા બાદ ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી કમિશનર દ્વારા જ કામગીરી સંભાળવાની રહેશે તો બીજી તરફ કમિશનર રૂટીન કામગીરી જ સંભાળશે પરંતુ ટેન્ડર બહાર પાડવા ઓર્ડર આપવા કે નિમણુંક કરવી તે સિવાયના સ્ટેન્ડિંગ કમિટીના લગતા કાર્યો કમિશ્નર કરી શકશે નહિ.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ
રાજ્યમાં ચૂંટણી પંચની તૈયારીઓને જોતા જણાઇ રહ્યું છે કે આગામી જાન્યુઆરી મહિના અથવા ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ શકે તેમ છે.