ETV Bharat / city

Ahmedabad Murder Case : એક રાતમાં બે હત્યા કરીને આ કપાતરે રામોલને કર્યું લોહીલુહાણ

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક જ રાતમાં બે (Ahmedabad Murder Case) હત્યાના બનાવ સામે આવતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની (ramol Friend killed friend) વિગતો સામે આવી રહી છે. જોકે, પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપીએ કેટલીક વાતો પણ કબુલાત કરી છે.

Ahmedabad Murder Case : એક રાતમાં બે હત્યા કરીને આ કપાતરે રામોલને કર્યું લોહીલુહાણ
Ahmedabad Murder Case : એક રાતમાં બે હત્યા કરીને આ કપાતરે રામોલને કર્યું લોહીલુહાણ
author img

By

Published : May 21, 2022, 1:32 PM IST

અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં ફરી એક વખત (Ahmedabad Murder Case) લોહીલુહાણ થયું છે. રામોલમાં એક જ રાતમાં બે હત્યાની ઘટના સામે આવતા પૂર્વ વિસ્તારને ફરી લોહીલુહાણ કર્યું છે. જોકે, રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો છે. પરંતુ, પોલીસ સમક્ષ હત્યારા આરોપીએ ચોંકાવનારા (Ramol Murder case) ખુલાસાઓ સામે આવ્યા છે.

અમદાવાદમાં એક મિત્રએ બે મિત્રની હત્યા કરી

બે મિત્રોની હત્યાની કબૂલાત - રામોલ પોલીસની કસ્ટડીમાં દેખાતા આ શખ્સનું નામ અશ્વિન મરાઠી છે. શરીરે અધમરો દેખાતા આ યુવકે એક નહીં પરંતુ, બે હત્યાને અંજામ આપ્યો છે. રામોલ વિસ્તારમાં ન્યુલક્ષ્મીનારાયણ સોસાયટીમાં કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃતક કલ્પેશનાં જ પડોશમાં રહેતા હત્યારા આરોપીની ધરપકડ કરી હતી. જોકે, પોલીસે રામોલ પોલીસે હત્યારા આરોપી અશ્વિન મરાઠીની પૂછપરછ શરૂ કરતા તેને એક નહીં બે મિત્રોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. આરોપીએ કલ્પેશના ઘર સામે આવેલા ખુલ્લા ખેતરના મેદાનમાંથી રણજીત નામના મિત્રની (Ramol Double Murder Case) હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

આ પણ વાંચો : કાકાબાપાના ભાઈઓએ એવો આતંક મચાવ્યો કે લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં

મળતી માહિતી મુજબ - અશ્વિને કલ્પેશની હત્યા તો અગાઉના ઝઘડાને કારણે કરી હતી, પણ રણજીતની હત્યાનું કારણ પણ બીજું જ હતું. અશ્વિન મરાઠીએ કલ્પેશની હત્યા કરશે એવું રણજીતને જણાવ્યું હતું અને રણજીતે આ વાત કલ્પેશને જણાવી હતી. જેથી અશ્વિને રણજીતની પણ (Ahmedabad Double Murder Case) હત્યા કરી હતી. હત્યારા અશ્વિને કલ્પેશ અને રણજીતની હત્યા કર્યા બાદ બંનેનાં વીડિયો પણ બનાવ્યા હતા. તેમજ ઘરમાં ઘૂસીને મારીશ તેવા ડાયલોગ સાથે આ વિડીયો બનાવ્યા હોવાનું મોબાઈલમાં મળી આવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

અન્ય આરોપીની પણ આંશકા - જ્યારે રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા અશ્વિનને ઝડપી પાડ્યો હતો. જોકે હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા. આ મિત્રો નશો કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે. જેમાં આ મિત્રોના આંતરિક ઝઘડા મૃત્યુનું કારણ બન્યા છે. આ ગુનામાં રણજીતની હત્યા કરેલી મૃતદેહ જે સ્થિતિમાં મળી આવી તે જોતા આરોપી અશ્વિનની સાથે આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ હોવાની આશંકાએ (Ahmedabad Crime Case) પોલીસે તપાસ વધુ તેજ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.