- હાઈકોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટની રિવિઝન અરજી ફગાવી
- કોર્ટે નોંધ્યું કે અરજીમાં કોઈ સચોટ પુરાવા કે તથ્ય નથી
- પોલીસે જે કલમો લગાડી છે તે યોગ્ય જ છે : કોર્ટ
અમદાવાદ : વર્ષ 1996માં પાલનપુરની હોટલમાં રાજસ્થાનના એક વકીલ નીરુમા ખોટી રીતે ડ્રગ્ઝ પ્લાન્ટ કરી વકીલને ફસાવવાના કારસામાં NDPS ની સજા ભોગવી રહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટની રિવિઝન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. મહત્વનું છે કે, સંજીવ ભટ્ટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમની ઉપર ઇન્ડિયન પીનલ કોડની 471ની કલમ ખોટી રીતે લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: સંજીવ ભટ્ટ NDPS કેસમાં વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી ન કરવાનો હાઈકોર્ટનો આદેશ
શું છે સમગ્ર મામલો?
પૂર્વ IPS સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની એક હોટલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્ઝ પ્લાન્ટ કર્યું હતું. તેની પાસે સંજીવ ભટ્ટે દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો કારસો ઘડ્યો હતો, પરંતુ આ કારસામાં તેઓ પોલીસના પદે ખોટી રીતે પોતાની સત્તાનો દુરૂપયોગ કરતા ઝડપાઈ જતા તેમના ઉપર વર્ષ 2018માં કેસ નોંધાયો અને તેમની NDPS અંતર્ગત 5 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે ગુરૂવારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં સંજીવ ભટ્ટે કહ્યું હતું કે, તેમની ઉપર IPCની કલમ 471 ખોટી રીતે લગાવવામાં આવી છે, કારણ કે જ્યારે પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી ત્યારે આ સેક્શન ન હતી તો કોર્ટ કેમ આ સેક્શન મારા વિરુદ્ધ લગાડે છે ?
આ પણ વાંચો: સંજીવ ભટ્ટ NDPS કેસ : વીડિયો કોંફરેન્સથી સુનાવણી ન કરવા મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે
ગુજરાત હાઇકોર્ટ સંજીવ ભટ્ટની કાઢી ઝાટકણી
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની જાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, અરજીમાં કોઈ સચોટ પુરાવા કે તથ્ય નથી અને આવી અરજી કોર્ટનો માત્ર સમય બગાડે છે. આમ, જે સેક્શનમાં તેમને ફ્રેમ કર્યા છે એ ચાર્જશીટના આધારે કરાયા છે. જેમાં કોઈ ક્ષતી જણાતી નથી. આ તમામ કલમો બરાબર છે અને તેને રદ કરી શકાય નહીં. જોકે આ સામે રાજ્ય સરકારે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર કેસની ટ્રાયલમાં જાણી જોઈને વિલંબ કરવા માટે આ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે.