અમદાવાદઃ દર્દી સવિતાબહેન પટેલ(80)ને કોરોના પોઝિટિવ આવતાં પહેલાં સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સોલા સિવિલમાં વેન્ટિલેટર ન મળતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યારે ખાનગી હોસ્પિટલે ઓક્સિજન-વેન્ટિલેટર અને ઈન્જેક્શનના નામે લાખો રૂપિયાનું બિલ પકડાવી દીધું. દર્દીનું મોત થયાં બાદ પણ શબવાહિનીએ એક કિલોમીટરના 2000 રૂપિયા વસૂલ્યાં હતાં. ખાનગી હોસ્પિટલની દાદાગીરી સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર મુદ્દે ફી નિયત કરવામાં આવી છે. તેમ છતાં મનપાના આદેશને ઘોળીને પી ગયેલી ખાનગી હોસ્પિટલો મનફાવે તેમ દર્દીઓને લૂંટી રહી છે. બીજી તરફ મહાનગરપાલિકા તંત્ર પણ આવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાને બદલે મુક પ્રેક્ષક બની તમાશો જોઇ રહ્યું છે.
કોરોનાના દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવતી ખાનગી હોસ્પિટલોના કારણે ભારે રોષની લાગણી ફેલાઈ છે.