અમદાવાદઃ આનંદવિહાર સોસાયટીના રીડેવલોપમેન્ટ અંગેની મંજૂરીમાં બિલ્ડર અને સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા ખોટી સહી કરવામાં આવી હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યાં છે અને જે અંગે તેઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા સોસાયટીને મૌખિક રીતે સોસાયટી ખાલી કરવાનું કહેતાં આજે સવારે મામલો બીચક્યો હતો અને બિલ્ડરના વાહનોમાં રહીશોએ તોડફોડ કરી હતી.
રી-ડેવલપમેન્ટ વિરોધને લઇને મામલો બીચકતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ધટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને પોલીસ અધિકારીની મધ્યસ્થતાથી મામલો થાળેે પાડવામાં આવ્યો હતો. પોલીસે રહીશોને આશ્વાસન આપ્યું હતું કે, હાલ સોસાયટી નહી તોડવામાં આવે. પોલીસની બાંહેધરીને લઇને રહીશો શાંત પડ્યાં હતાં અને ટોળાં વિખરાયાં હતાં.