ETV Bharat / city

સ્ટીમ કેબિનઃ કોરોનાને હંફાવવા રાણીપની અભિષેક સોસાયટીના રહેવાસીઓએ અનોખું મશીન લગાવ્યું - આયુર્વેદિક મશીન

અમદાવાદના રાણીપ વિસ્તારની અભિષેક સોસાયટીમાં કોંરોનાને માત આપવા માટે અનોખો પ્રયોગ કર્યો છે. આ સોસાયટીના રહીશો દ્વારા આયુર્વેદિક ઉપાયો અજમાવીને નાસ લેવા માટેની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સ્ટીમ કેબિનઃ કોરોનાને હંફાવવા રાણીપની અભિષેક સોસાયટીના રહેવાસીઓએ અનોખું મશીન લગાવ્યું

author img

By

Published : Jul 28, 2020, 1:36 PM IST

અમદાવાદ: કોરોના વાઈરસની દહેશત હાલ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. કોરોનાને માત આપવા અમદાવાદ વાસીઓએ અનોખો પ્રયોગ કર્યો છે. સોસાયટીના રહીશોએ આયુર્વેદિક ઉપાયો અજમાવીને નાસ લેવા માટેની અનોખી વ્યવસ્થા ઉભી કરી છે.

સ્ટીમ કેબિનઃ કોરોનાને હંફાવવા રાણીપની અભિષેક સોસાયટીના રહેવાસીઓએ અનોખું મશીન લગાવ્યું

આ વ્યવસ્થામાં રસોડામાં વાપરાતી સામગ્રી જેમ કે તજ, લવિંગ,અજમો જેવા મસાલાનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જે મિશ્રણ કર્યા પછી એક વિશાળ તપેલામાં મિશ્રણ ભરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ગરમ કરતાં એક પાઇપ વાટે તેની વરાળ એક બંધ કેબીનમાં પહોંચે છે. જ્યાં ઉપસ્થિત વ્યક્તિ તેને શ્વાસ દ્વારા તેનો નાસ ગ્રહણ કરે છે.

અમદાવાદની અભિષેક સોસાયટીમાં કોરોના વાઈરસના10 કેસ સામે આવી જતાં આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં સોસાયટીમાં રહેતાં લોકો નાસ લેવા માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે એક પછી એક કેબિનમાં પ્રવેશ કરે છે. આ કેબિનમાં વરાળને કારણે 70 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિ એકથી લઈને દોઢ મિનિટ સુધી કેબિનની અંદર રહીને નાસ લઈ શકે છે.

સોસાયટીના ચેરમેન દસરથ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનો 'સ્ટીમ બાથ કેબીન' વિકસાવવાનો ખ્યાલ તેમણે કડી તાલુકાના ઉંટવા ગામના સરપંચ પાસેથી મળ્યો હતો. તેના સંપૂર્ણ અભ્યાસ બાદ આ મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી અંદાજે 700 જેટલા સોસાયટીના લોકોને ફાયદો થયો છે. આ મશીન કોંરોનાના લક્ષણોને અટકાવવા માટે મદદરૂપ થઈ શકે છે.આ મશીનમાં નાસ લેવા માટે વપરાતું દરેક તત્વ આર્યુવેદિક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.