અમદાવાદ: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ જઘન્ય કૃત્ય બદલ દેશભરમાં ઠેર ઠેર દેખાવો થઇ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ NCPના પ્રવક્તા રેશમા પટેલ તથા અન્ય કાર્યકરોએ પૂતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
![અમદાવાદ: હાથરસ ગેંગરેપની ઘટના અંગે NCPનું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-hathrash-reshma-patel-ncp-video-story-7208977_03102020233520_0310f_1601748320_1002.jpg)
![અમદાવાદ: હાથરસ ગેંગરેપની ઘટના અંગે NCPનું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-hathrash-reshma-patel-ncp-video-story-7208977_03102020233520_0310f_1601748320_697.jpg)
રેશમા પટેલે ગુજરાતમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી તેવો દાવો કર્યો હતો. તેમજ આ ઘટનાની તપાસ CBI કરે અને નરાધમોને ફાંસીએ ચઢાવે તેવી માગ કરી હતી. આ દરમિયાન ત્યાં પોલીસ અધિકારીઓ પહોંચી જતા તમામ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.