- વેજલપૂર વિસ્તારનું પાંચ વર્ષનું પંચનામું
- કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા કામો
- 25 લાખની વર્ષે મળી છે કાઉન્સિલરને ગ્રાન્ટ
અમદાવાદ: ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના લોકો પોતાના ઉમેદવારો નક્કી કરતા હોય છે. ત્યારે હાલમાં જ જેમની ટર્મ પુરી થઈ છે તેવા કાઉન્સિલર દ્વારા પોતાના પાંચ વર્ષની ગ્રાન્ટનો કઈ રીતે ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માટે ETV ભારતે વેજલપુર વિસ્તારના કાઉન્સિલર દિલીપ બગરીયાનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા કેટલા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તે અંગેની માહિતી મેળવી હતી.
ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો કરાયા
વેજલપુર વિસ્તારના કાઉન્સિલર દ્વારા પોતાના વિસ્તારોમાં રોડ ગટર પાણી અને પ્રાથમિક જરૂરિયાતો જેવી કે લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હોલનું પણ બાંધકામ કાઉન્સિલર દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન જ કરવામાં આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન અનેક કાર્યો એવા પણ રહ્યા કે જે પૂર્ણ કરવાના બાકી રહી ગયા હતા. મહત્વનું છે કે કાઉન્સિલરને જે પ્રકારે ધ્યાન આપવામાં આવે છે તે ગ્રાન્ટની રકમ કોર્પોરેશનના ખાતામાં જ રહે છે. ફક્ત કાઉન્સિલર દ્વારા જે તે કામ મંજૂર કરવા માટેનો પત્ર લખવામાં આવે છે. ત્યારબાદ રોજ તમામ કાઉન્સિલર દ્વારા જે તે વિસ્તારમાં કામગીરી માટેની ગ્રાન્ટો પાસ થતી હોય છે.
વેજલપુર વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ તેના માટેની કામગીરીના લીધે ટ્રાફિક સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યાનો પણ વેજલપુરના સ્થાનિકો મોટો સામનો કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વેજલપુરના કાઉન્સિલર દ્વારા કામગીરીની વાતો કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં હજુ પણ વેજલપુરના વિકાસમાં કંઈક ખામી હોય તેવું જણાઈ રહ્યું છે.