ETV Bharat / city

રેમડેસિવિર વિતરણ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, સીઆર પાટીલ વિરુદ્ધ પિટિશન દાખલ

author img

By

Published : Apr 15, 2021, 7:31 PM IST

ગુજરાત કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવા સાથે રાજ્યોમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ રહી છે. જેને પગલે સુરતમાં ભાજપના કાર્યાલય પર કોરોના સંક્રમિતોની સારવારમાં રામબાણ ઈલાજ મનાતા એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિરનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. હવે આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે.

hc
રેમડેસિવિર વિતરણ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો, સીઆર પાટીલ વિરુદ્ધ પિટિશન દાખલ
  • ભાજપના સી આર પાટિલ વિરૂદ્ધ હાઇકોર્ટ માં થઇ પિટિશન
  • કોંગ્રેસના પરેશ ધાનાણીએ કરી પિટિશન
  • રેમડેશિવિર ઇન્જેક્શન નું ખોટી રીતે વિતરણ કરવા બદલ થઈ પિટિશન

અમદાવાદ: કોંગ્રેસ નેતા પરેશ ધાનણીએ વકીલ આનંદ યાજ્ઞીક મારફતે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સામે રેમડેસિવિર ઈન્જેક્શનની અનધિકૃત ખરીદી અને વિતરણ મુદ્દે PIL દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફાર્મસીના લાઈસન્સ વિના કોઈ પણ વ્યક્તિ રેમડેસિવિરના ઈન્જેક્શન રાખી શકે નહી. મેડિકલ તબીબ જ દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરી શકે. આથી સીઆર પાટીલ પાસે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો? તે જાણવું જરૂરી છે. સુરતમાં ભાજપ કાર્યાલય બહેર રેમડેસિવિર ઈન્જેકેશન લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. કોરોના સંક્રમિતોના સ્વજનો રેમડેસિવિરનો ડોઝ લેવા માટે પહોંચ્યા હતા. રેમડેસિવિરના 5 હજાર ડોઝ નિ:શુલ્ક વિતરણ કરવાને લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ વિપક્ષના નિશાના પર છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ગેરકાયદેસર દવા ખરીદવા અને તેનો સંગ્રહ કરવાને લઈને પાટીલની ધરપકડ કરવાની માંગ કરી હતી. ગુજરાત કોંગ્રેસે પાટીલ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં 11 દિવસની બાળકી કોરોના પોઝિટિવ આવતા રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું

પાટિલ વિરુદ્ધ આકરા પગલા ભરવાની માંગ

રેમડેસિવિર ઈન્જેક્શનનું નિ:શુલ્ક વિતરણ 10 એપ્રિલથી ભાજપના સુરત કાર્યાલયમાં શરૂ થયું હતુ. ગુજરાત ભાજપના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત પણ કરી હતી. જેમાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પાટિલ વિરુદ્ધ આકરા પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરત સિંહ સોલંકી પણ સામેલ હતા. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોઈ નથી જાણતુ કે પાટીલે રેમડેસિવિરના 5 હજાર ઈન્જેક્શન ક્યાંથી અને કેવી રીતે ખરીદ્યા? શું તેમની પાસે આ પ્રકારના ઈન્જેક્શન ખરીદવા અને તેનો સ્ટોક કરવાનું લાઈન્સ છે? આ ઈન્જેક્શન કયાં કાયદા હેઠળ ખરીદવામાં આવ્યા? આ અંગે કોઈ સૂચના નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે ખરીદેલા રેમડેસિવિર ઇન્જેક્શન મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.