ETV Bharat / city

જમીનનો માલિકી હક મેળવવા ખેડૂત આવ્યા HCના શરણે - Construction of School on Farmer Land

અમદાવાદના નરોડામાં ગેરકાયદેસર જમીન પર (Illegal Construction in Ahmedabad) શાળાનું બાંધકામને લઈને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો મેળવી લેવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત "થોડા વર્ષો પહેલા શાળા દ્વારા જમીનના કાગળો પર સહી કરવા માટે અરજદાર (Possession Farme Land) પાસે કેટલાક લોકોને મોકલેલા" અરજદારના વકીલનું કહેવું છે.

પોતાની જ જમીન મેળવવા ખેડૂતો આવ્યા HCના શરણે

author img

By

Published : Jul 29, 2022, 10:18 AM IST

Updated : Jul 29, 2022, 10:31 AM IST

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડામાં ખેડૂતની અંદાજે પાંચથી સાત કરોડની કિંમતની 1270 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો (Illegal Construction in Ahmedabad) સામે આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શાળા ચલાવવામાં આવે છે. જે ગેરકાયદેસર બાંધકામને કાયમી કરવાના (Possession Farme Land) ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના હુકમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો - સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર એટલે નરોડામાં ખેડૂતની આશરે 7 કરોડ કિંમતની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો મેળવી લેવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ ગેરકાયદેસર બાંધકામને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ દ્વારા નિયમિત કરવાનો હુકમ પણ સામે આવ્યો છે. જેને લઈને અરજદાર (Possession of Uma Education Trust) દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Indore Traffic Police: 7 વર્ષના બાળકે હાઈકોર્ટ ચોકડીનો ટ્રાફિક સંભાળ્યો, જુઓ વીડિયો

માલિકીને પૈસા મોકલવાની તૈયારી - આ સમગ્ર મામલે અરજદારના વકીલની કોર્ટમાં રજૂઆત હતી કે, અરજદાર ખેડૂતની જમીન પર બનેલા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવાનો GRTનો જે હુકમ છે તેને રદ કરવામાં આવે. આ જમીનના સાતબારમાં દાખલામાં હાલ પણ અરજદારનું જ નામ બોલે છે. તે તેમની માલિકીની છે, જ્યારે ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તેમની જાણ બહાર વર્ષોથી આ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને શાળાનું બાંધકામ કરી દીધું છે. થોડા વર્ષો પહેલા શાળા દ્વારા જમીનના કાગળો પર સહી કરવા માટે અરજદાર પાસે કેટલાક લોકોને મોકલેલા અને પૈસા આપવાની તૈયારી પણ બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

હાઇકોર્ટે શું કહ્યું - તે સમયે અરજદારને ખ્યાલ આવ્યો હતો કે, તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો (Construction of School on Farmer Land) કરવામાં આવ્યો છે, તેથી તેની તરત જ જાણ થતા ખેડૂત પરિવાર દ્વારા હાઇકોર્ટનાં દ્વાર (Possession of Farmer Land in Naroda) ખખડાવવામાં આવ્યા હતા. આ મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે, ટ્રસ્ટ અને સરકાર સહિતને નોટિસ પાઠવી છે કે, આ કેસની વધુ સુનાવણી સાત સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

Last Updated : Jul 29, 2022, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.