ETV Bharat / city

ફાયર NOC ન લેનારા સામે AMCના ફાયર વિભાગની લાલ આંખ, 2 મલ્ટિપ્લેક્સ, 5 સિનેમાગૃહ, 9 સ્કૂલ સીલ - ફાયર સેફ્ટી મુદ્દે અનેક એકમોને કરાયા સીલ

અમદાવાદમાં અવારનવાર આગની ઘટના બને છે. ત્યારે આવી ઘટનાને રોકવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયરબ્રિગેડ વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર વિભાગે ફાયર NOC ન લેનારા 2 મલ્ટિપ્લેક્સ અને 5 સિનેમાગૃહને સીલ કર્યા છે. આ સાથે જ નવ સ્કૂલોને પણ ફાયર સેફ્ટી મુદ્દે સીલ કરવામાં આવી છે.

ફાયર NOC ન લેનારા સામે AMCના ફાયર વિભાગની લાલ આંખ, 2 મલ્ટિપ્લેક્સ, 5 સિનેમાગૃહ, 9 સ્કૂલ સીલફાયર NOC ન લેનારા સામે AMCના ફાયર વિભાગની લાલ આંખ, 2 મલ્ટિપ્લેક્સ, 5 સિનેમાગૃહ, 9 સ્કૂલ સીલ
ફાયર NOC ન લેનારા સામે AMCના ફાયર વિભાગની લાલ આંખ, 2 મલ્ટિપ્લેક્સ, 5 સિનેમાગૃહ, 9 સ્કૂલ સીલ
author img

By

Published : Oct 6, 2021, 8:41 AM IST

  • અમદાવાદમાં આગની ઘટનાને રોકવા માટે AMCના ફાયર વિભાગનો સપાટો
  • ફાયર વિભાગે ફાયર NOC ન લેનારા 2 મલ્ટિપ્લેક્સ અને 5 સિનેમાગૃહને સીલ કર્યા
  • ફાયર સેફ્ટી મુદ્દે નવ સ્કૂલોને પણ સીલ કરવામાં આવી છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર બ્રિગેડ વિભાગે ફાયર સેફ્ટી મુદ્દે શહેરભરમાં સપાટો બોલાવ્યો છે. શહેરમાં ફાયર NOC ન લેનારા 2 મલ્ટિપ્લેક્સ અને પાંચ સિનેમાગૃહને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 9 સ્કૂલોને પણ ફાયર સેફ્ટી મુદ્દે પણ સીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- રાજકોટ ગ્રામ્યની 110 શાળા અને 16 હોસ્પિટલ સીલ કરવાનો આદેશ અપાયો : જાણો શુ છે કારણ

મોટા એકમો પર કરવામાં આવી કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી કરી રહ્યું છે. શહેરમાં નિયમ મુજબ તમામ કોર્મશિયલ અને બહુમાળી ઈમારતોએ ફાયર NOC લેવી અને દર વર્ષે રિન્યૂ કરાવવી ફરજિયાત છે, પરંતુ કેટલીય ઈમારતોના સંચાલકો કે માલિકો બેદરકારી દાખવી રહ્યા છે. તો મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2 મલ્ટિપ્લેક્સ અને 5 સિનેમાગૃહને ફાયર સેફ્ટી મુદ્દે સીલ કર્યા છે.

સીલ કરાયેલા 5 સિનેમાગૃહ અને 2 મલ્ટિપ્લેક્સઃ

1. કે સેરા સેરા મલ્ટિપ્લેક્સ, એસ. જી. હાઈ-વે
2. શિતલ સિનેમા, ગોમતીપુર
3. અંબર સિનેમા, બાપુનગર
4. મીરાં સિનેમા, મણિનગર
5. હન્જર સિનેમા, સરસપુર
6. સિટી પ્લસ, મકરબા
7. કાર્નિવલ સિનેમા, હિમાલયા મોલ

આ પણ વાંચો- એક જ એપાર્ટમેન્ટમાં 9 લોકો કોરોના પોઝિટિવ, બિલ્ડીંગને કરાઇ સીલ

આ 9 સ્કૂલોને પણ સીલ કરાઈ

આ ઉપરાંત શહેરની 9 સ્કૂલો જેવી કે, સરસપુરની એન. કે પ્રી સ્કૂલ, રિલીફ રોડની નૂતન પ્રકાશ સ્કૂલ, શાહીબાગની ગીતાંજલી સ્કૂલ, ખાનપુરની પ્રેયર્સ સ્કૂલ, મહાવીર નગરની વિકાસ સ્કૂલ, ઠક્કરનગરની સી. પી. સ્કૂલ, પાલડીની પુલકિત સ્કૂલ, પાલડીની પુલકિત પ્રાથમિક સ્કૂલ અને ચાંદખેડાની જાગૃતિ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલને સીલ કરી કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.