ETV Bharat / city

શાળાઓ છોડી ખાનગી ક્લાસીસ શરૂ કરવાનો નિર્ણય, શું છે વાલીઓનો મત ? જાણો... - શાળા શરૂ કરવા માંગ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષતામાં 8 જુલાઈએ મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં ધોરણ 9થી ઉચ્ચ શિક્ષણના તમામ ખાનગી ક્લાસ ( Private Tuition Classes )ને કોરોના SOP ( Corona Guideline )નું સંપૂર્ણપણે પાલન અને 50 ટકાની કેપેસીટી સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે શાળાઓને મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે આ નિર્ણયને લઈને રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં વાલીઓ દ્વારા સરકાર પર અનેક સવાલ કરવામાં આવ્યા છે.

શાળાઓ છોડી ખાનગી ક્લાસીસ શરૂ કરવાના નિર્ણય અંગે વાલી અને સંચાલકોની પ્રતિક્રિયા

author img

By

Published : Jul 10, 2021, 10:15 PM IST

  • રાજ્ય સરકારે ટ્યૂશન ક્લાસીસને શરૂ કરવા લીધો હતો નિર્ણય
  • આ નિર્ણયને લઈને વાલીઓના સરકારને અનેક સવાલો
  • ગામડાઓમાં કોચિંગ ક્લાસની પ્રથા ન હોવાથી વિદ્યાર્થીઓને અન્યાય

ન્યૂઝ ડેસ્ક : મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( Chief Minister Vijay Rupani )ની અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીમાં નિયત SOP અને 50 ટકા ક્ષમતા સાથે શાળા-કોલેજો અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓના કોચિંગ ક્લાસીસ કોરોના ગાઇડલાઇન ( Corona Guideline )ના પાલન સાથે શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેના લઈને વાલીઓ દ્વારા સરકાર સામે સવાલ કરવામાં આવ્યો છે કે, કોચિંગ ક્લાસીસ ( Private Tuition Classes ) શરૂ કરવાની મંજૂરી આપી હોવા છતા શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શા માટે શરૂ કરવામાં આવતું નથી. આ ઉપરાંત, વાલીઓએ કહ્યું હતું કે, શહેરી વિસ્તાઓમાં તો કોચિંગ ક્લાસ ઉપલબ્ધ છે, પરંતુ ગામડાઓમાં જ્યાં કોચિંગ ક્લાસીસની પ્રથા નથી, ત્યાં વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવી લાગણી વાલીઓમાં પ્રસરી છે.

અમદાવાદના વાલીઓનો સરકાર સામે સવાલ

શાળા-કોલેજ ખોલવા મુદ્દે નારાજ વાલીઓ સવાલ કરી રહ્યાં છે કે, સરકારે ટ્યૂશન ક્લાસિસોમાં ધોરણ 9થી 12ના વર્ગોને મંજૂરી કેવી રીતે આપી. જો ટ્યૂશન કલાસીસોને મંજૂરી મળે તો સ્કૂલને કેમ નહીં. ગુજરાતમાં જુદા જુદા વાલી મંડળ દ્વારા સરકારના સ્કૂલ-કોલેજો ખોલવા અંગેના નિર્ણયને નકારવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદમાં ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશનના અધ્યક્ષ કમલ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકાર અગાઉ પણ યોગ્ય નિર્ણય લઈ શકી નથી અને અત્યારે પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. સરકાર મૂર્ખામીભર્યા પગલાં લઇ રહી છે.

સુરતમાં શાળા શરૂ કરવા કરાઈ માંગ

વાલીમંડળના ( Parents Association ) પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જે ધોરણ 12 અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે આવકારદાયક છે. પરંતુ અમે સરકાર પાસે માગીએ છીએ કે અન્ય વર્ગના વિદ્યાર્થીઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવે. જો કલાસીસ અને ટ્યુશન ક્લાસિસ શરૂ થઈ શકતા હોય તો શાળાઓ પણ શરૂ કરવામાં આવે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. જોકે શાળામાં જતા પહેલા વિદ્યાર્થીઓએ માતાપિતાની મંજૂરી લેવી પડશે. આ સાથે જ હવે 15 જુલાઈથી પોલિટેક્નિક અને કોલેજો ખૂલી જશે.

આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને મુશ્કેલી

રાજકોટમાં સરકારના કોચિંગ કલાસીસના નિર્ણયથી સંચાલકોમાં આનંદ છવાયો હતો, પરંતુ રાજ્ય સરકારે કોચિંગ કલાસીસ શરૂ કરવાની મંજૂરી આપી હોવા છતા શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શા માટે શરૂ કરવામાં આવતું નથી. તેવો રાજકોટ જિલ્લામાં RTE એક્ટ અંગે વર્ષોથી કામ કરતા યોગન્દ્રસિંહ ગોહિલ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જો શાળાઓ શરૂ કરવાથી જે વાલીઓ આર્થિક રીતે નબળા હોય અને પોતાના બાળકોની કોચિંગ ક્લાસીસની ફી ભરી શકે તેમ ન હોય તો શાળાઓ શરૂ થાય તો તેમને ઘણો ફાયદો થશે અને બાળકોને ઓફલાઈન શિક્ષણ પણ મળતું થશે.

ટ્યૂશન સંચાલકો દ્વારા આ નિર્ણયને આવકારાયો

આણંદ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઘણી નાની મોટી સંસ્થાઓ કાર્યરત છે, જ્યાં રાજ્ય સાથે દેશ વિદેશીથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. આ સંસ્થાઓને કારણે આણંદ જિલ્લામાં ટ્યૂશન વ્યવસાય પણ ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તર્યો છે. જિલ્લામાં અંદાજીત 500થી વધુ નાના મોટા ટ્યૂશન ક્લાસીસ કાર્યરત છે, ત્યારે આણંદના ટ્યૂશન સંચાલકો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

ગામડાઓના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, તેનું શું ?

અરવલ્લીમાં સરકારના કોચિંગ ક્લાસને લઈને કરવામાં આવેલા નિર્ણયમાં વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોચિંગ ક્લાસીસ મોટા ભાગે ગામડાઓમાં હોતા નથી, શાળાઓને બાજુ મુકી ફક્ત કોંચિંગ ક્લાસીસ શરૂ કરવાથી ગામડાઓના વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવી લાગણી વાલીઓમાં પ્રસરી છે. આ ઉપરાંત, નગરો અને શહેરોના બાળકોની સરખામાણીમાં ગામડાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ યોગ્ય કનેક્ટિવિટીના અભાવે યોગ્ય મળ્યું નથી. આથી, સરકારે હવે નિયંત્રણો હળવા કરી કોંચિંગ ક્લાસીસ શરૂ કરવાની છુટ આપી છે, ત્યારે ગામડાઓમાં પણ ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.