ETV Bharat / city

એલિસબ્રિજ ઝોનલ કચેરીએ રાશનકાર્ડ ધારકોની લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

author img

By

Published : Aug 17, 2020, 3:39 PM IST

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગરીબો માટે દીવાળી સુધી અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે. પરંતુ કેટલાય રાશન કાર્ડધારકોને રાશન કાર્ડમાં સુધારો કરાવવાનો છે. તો નવા બારકોડેડ રાશન કાર્ડ કઢાવવાના છે. કેમ કે તેના વગર જરૂરિયાતમંદોને અનાજ મળતું નથી. જો કોરોનાવાયરસને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન ન થાય તો આકરો દંડ કરવામાં આવે છે કે પછી સંપૂર્ણ એકમને સીલ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને કદાચ આ નિયમો લાગુ પડતાં નથી.

એલિસબ્રિજ ઝોનલ કચેરીએ રાશનકાર્ડ ધારકોની લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
એલિસબ્રિજ ઝોનલ કચેરીએ રાશનકાર્ડ ધારકોની લાઇન લાગી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

અમદાવાદઃ ભારતમાં તહેવારોની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોનાવાયરસના સંક્રમણને લઈને તકેદારી રાખવી પણ ખૂબ જરૂરી છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ જો કોરોનાવાયરસને લઈને અપાયેલા નિર્દેશોનું પાલન ન થાય તો આકરો દંડ કરે છે કે પછી સંપૂર્ણ એકમને સીલ કરી દે છે. ત્યારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને કદાચ આ નિયમો લાગુ પડતા નથી.

અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલ ઝોનલ કચેરીએ એલિસ બ્રિજ તેમ જ સરખેજના રાશન કાર્ડ ધારકો પોતાના રાશન કાર્ડમાં સુધારો કરવા એકત્ર થયાં હતાં. પરંતુ અહીં મોટી માત્રામાં ભીડ એકત્રિત થતાં સોસિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. અહીં તંત્ર દ્વારા કોરોનાને લઈને કોઈપણ જાતની વ્યવસ્થા જોવા મળી ન હતી. જ્યારે પુરવઠા વિભાગના કર્મચારીઓને તે વિશે પ્રશ્ન પૂછતાં તેમણે પોતાને ડિસ્ટર્બ ન કરવાનું જણાવી દીધું હતું. તેમને કેન્દ્ર સરકારના નિયમોનો ભંગ કર્યો હોવા છતાં આ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.

લાઈનમાં ઉભેલા કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે, તેઓ સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઊભાં છે. જેમાં કેટલાક વૃદ્ધો પણ હતાં. ત્યારે કેટલાક લોકો પોતાના બાળકો સાથે આવ્યાં હતાં અને તેઓ અહી હેરાન થયાં હતાં. આખરે પોલીસે આવીને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા મથામણ કરવી પડી હતી. જેને લઇને લાઈનમાં ઉભેલા રાશન કાર્ડ ધારકો સાથે પણ માથાકૂટ કરવી પડી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રાશનકાર્ડના કોઈ પણ કામ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કરાયું છે.પરંતુ અહીં રહેતાં અને રેશન કાર્ડમાં સુધારો કરવા આવેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ વર્ગના છે. ત્યારે તેમને આવી કોઈ માહિતી નથી. પરંતુ શું સરકાર દ્વારા આ કર્મચારીઓ ઉપર પગલાં ભરાશે કે કેમ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.