ETV Bharat / city

Rathyatra 2021: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં 150 ખલાસી દ્વારા ખેંચાશે રથ - ahmedabad news

ગયા વર્ષે કોરોનાના કહેર વચ્ચે દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા નીકળી શકી ન હતી. આ વર્ષની રથયાત્રા માટેનો નિર્ણય પણ હજી સુધી સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. પરંતુ જગન્નાથ મંદિર દ્વારા તેની તૈયારીઓ ખુબ ઉત્સાહ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે રથ ખેંચવા માટે 150 ખલાસીઓ જોડાય તેવી શક્યતા જણાઈ રહી છે.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jul 2, 2021, 10:05 PM IST

  • ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા
  • કોવિડ ગાઈડલાઈન અનુસાર રથયાત્રા નીકળે તેવી સંભાવના
  • 150 ખલાસી રથયાત્રામાં જોડાય તેવી શક્યતા

અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા જગન્નાથ મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણતાના આરે છે. પ્રસાદી માટેનો સામાન આવી ચૂક્યો છે, ગજરાજો પણ તૈયાર છે, ભગવાનના વાઘા બની ચૂક્યા છે, રથનું સમારકામ પણ પૂર્ણતાના આરે છે અને આમંત્રણ પત્રિકાઓ પણ વહેચાઈ ચૂકી છે. હવે રાહ જોવાઇ રહી છે, તો ફક્ત સરકારના નિર્ણયની. જે રથયાત્રાના બે દિવસ અગાઉ જ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: Rathyatra 2021: પંદર દિવસ ભગવાન રહે છે બીમાર, જાણો ભગવાન કઈ ઔષધી લે છે અને જમવામાં શું આરોગે છે?

રથયાત્રા યોજવાનો વિકલ્પ

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાને લઈને સસ્પેન્સ યથાવત છે. પરંતુ આ વખતે અમદાવાદમાં કોરોનાના કેસ નહીંવત છે, તેમ કહી શકાય. જો કે, નિષ્ણાંતોએ રથયાત્રામાં લાખો લોકો ભેગા થાય તો કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી દીધી છે. જેની વચ્ચે રથયાત્રા યોજવા અંગે મંદિર ટ્રસ્ટ, સરકાર અને પોલીસ દ્વારા જુદા-જુદા વિકલ્પો અંગે વિચારણા થઈ રહી છે. આ વિચારણા અંતર્ગત જનતા કરફ્યુ લાદીને ફક્ત મંદિર સાથે સંકળાયેલા લોકોને લઈને જ ચારથી-પાંચ કલાકમાં જ રથયાત્રા સંપન્ન કરાય તેવો એક વિકલ્પ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે.

150 ખલાસી દ્વારા ખેંચાશે રથ

કોરોનાને જોતા ભગવાનનો રથ ખેંચતા ખલાસીઓ માટે શું યોજના ?

રથયાત્રા નીકળવાની યોજના અંતર્ગત વેક્સિનના બે ડોઝ લીધેલા હોય તેમજ RT-PCR રિપોર્ટ નેગેટિવ ધરાવતા હોય તેવા ખલાસી ભાઈઓને જ રથયાત્રામાં રથ ખેંચવા આમંત્રણ અપાશે. રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ ઉપર સવારે સાત વાગ્યાથી રથયાત્રા નીકળે અને બપોરે બાર વાગે નિજમંદિર પરત લઈ જવાય. ત્યાર બાદ ભક્તોના દર્શન માટે મંદિર ખોલાય તેવી એક યોજના ચર્ચાઈ રહી છે. જે માટે 400 ખલાસીઓનું લિસ્ટ તૈયાર કરાયું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કરફ્યુ સાથે નીકળી શકે રથયાત્રા ?, જાણો શું છે સંભાવના....

દર વર્ષે 1800 જેટલા ખલાસીઓ ખેંચે છે રથ

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 1800થી લઈને 2000 જેટલા ખલાસી ભાઈઓ કે જેઓ મૂળ ભરુચ અને વેરાવળના હોય તેઓ અમદાવાદની રથયાત્રામાં આવે છે. ફક્ત અને ફક્ત તેમને જ આ વરદાન પ્રાપ્ત છે, તેમ કહી શકાય. વર્તમાન પરિસ્થિતિને જોતા 150 જેટલા ખલાસીઓ આ વખતની રથયાત્રામાં જોડાય અને રથ ખેંચીને રથયાત્રા પૂર્ણ કરે તેવી યોજના આકાર લઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.