ETV Bharat / city

અમદાવાદમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જેલમાં રક્ષાબંધનની ઉજવણી રદ - Corona virus and RakshaBandhan

સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા કોરોના વાઇરસ સંક્રમણને પગલે સરકારી ગાઇડલાઇન્સ અનુસાર તમામ જાહેર કાર્યક્રમો અને મેળાવડા રદ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં જેલતંત્ર દ્વારા પણ થોડા સમયથી કેદીઓની મુલાકાત તથા કોર્ટજાપ્તો અને અન્ય મુલાકાતો સંક્રમણથી બચવા માટે બંધ કરવામાં આવી છે. હવે તંત્ર દ્વારા આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી છે.

અમદાવાદમાં કોરોના મહામારીને કારણે આ વર્ષે જેલમાં રક્ષાબંધન નહિ ઉજવાય

author img

By

Published : Jul 30, 2020, 10:52 PM IST

અમદાવાદ: આગામી 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે. દર વર્ષે જેલના કેદી ભાઈઓ તેમની બહેન સાથે મળી રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે તેવું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે વિશ્વવ્યાપી કોરોના સંક્રમણના કારણે અને આ સંક્રમણ જેલમાં વધુ ન ફેલાય તથા પરિવારજનોમાં પણ સંક્રમણનો ફેલાવો ન થાય તે જોતા આ ચાલુ વર્ષે રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.

આ અનુસંધાને કોઈ પરિવારજનો જેલમાં રહેલા બંદીવાનોને રાખડી મોકલવા માંગતા હોય તો તેઓ જેલના એડ્રેસ પર પોસ્ટ દ્વારા પોતાની રાખડી મોકલી શકશે અને તે માટે રાખડીના કવર ઉપર કેદીનું નામ તથા કાચા કામના આરોપી છે કે, સજા પામેલા પાકા કામના કેદી છે તેની વિગત લખી મોકલવાની રહેશે. આ રીતે અચૂકપણે કેદી ભાઈઓ સુધી રાખડી પહોંચાડી દેવામાં આવશે.

આ પરિસ્થિતિને લઇને સહકાર આપવા જેલ તંત્ર તરફથી તમામ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.