અમદાવાદ સમગ્ર દેશમાં ભાઈબહેનના અતૂટ પ્રેમને અભિવ્યક્તિ આપતો દિવસ એટલે રક્ષાબંધન ( Raksha Bandhan 2022 ) ઉજવણી થઇ રહી છે. આજના દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને નિરોગી જીવન પસાર થાય તે માટે હાથે રક્ષારૂપી રાખડી બાંધી ભગવાનને પ્રાર્થના કરે છે. તે પ્રમાણે દેશના વડાપ્રધાનની એક પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ ( Pakistani Sister of Pm Modi ) પણ છેલ્લા 27 વર્ષથી રાખડી ( Rakhi for PM Modi )મોકલે છે. આ પાકિસ્તાની બહેન (Qamar Mohsin Shaikh) ભાઈ નરેન્દ્ર મોદી માટે જાતે જ સિલ્ક રિબન સાથે એમ્બ્રોઇડરી ડિઝાઇનનો ઉપયોગ કરી રાખડી ( Rakhi 2022 )બનાવીને મોકલે છે.
દિલ્હીના આમંત્રણની રાહ કમર મોહસીન શેખે (Qamar Mohsin Shaikh)દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના હાથે સિલ્ક રિબન સાથે એમ્બ્રોઇડરી ડિઝાઇનનો ઉપયોગ કરીને રાખડી ( Rakhi for PM Modi )બનાવી મોકલી આપી છે. માત્ર તે પોતાનાં ભાઈનું દિલ્હીથી આમંત્રણ આવે તેની રાહ જોઇને બેઠાં છે. બે વર્ષ કોરોના કારણે વડાપ્રધાનને રાખડી બાંધી શક્યાં નહોતા. પરંતુ રાખડી મોકલવાનું ભૂલ્યા નહોતાં એમ આ વર્ષે પણ રાખડી ( Rakhi 2022 )મોકલી આપી છે.
સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હાથમાં રાખડી વાગી ન જાય તે માટે સિલ્કના કાપડ પર રાખડી ( Rakhi 2022 )બનાવી છે. રાખડી સાથે તેમણે (Qamar Mohsin Shaikh) ભાઈને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમના સારા અને લાંબા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના( Rakhi for PM Modi ) કરી હતી. સાથે આગામી 2024ની ચૂંટણીમાં ફરી વડાપ્રધાન બનશે તેવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી
RSS કાર્યકર્તા હતાં ત્યારથી ઓળખાણ કમર મોહસીન શેખ (Qamar Mohsin Shaikh)જ્યારે વડાપ્રધાન મોદી RSSમાં એક સામાન્ય કાર્યકર્તા હતાં ત્યારથી ઓળખાણ ( Rakhi for PM Modi )છે. RSS કાર્યકર્તા વખતે દિલીપ સંઘાણી સાથે PM મોદીને મળ્યા હતાં ત્યારે પરિચય આપતા બહેન ( Pakistani Sister of Pm Modi )શબ્દ ઉપયોગ કર્યો હતો ત્યારે સારું લાગ્યું હતું.
પાકિસ્તાની બહેન તરીકે ઓળખાય છે કમર મોહસીનનો શેખનો (Qamar Mohsin Shaikh)જન્મ પાકિસ્તાનમાં ( Pakistani Sister of Pm Modi ) થયો હતો. તેમણે ભારતના મોહસીન નામના ચિત્રકાર સાથે લગ્ન કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ જ્યારે કમર મોહસીનને બહેન ( Rakhi for PM Modi ) કરીને સંબોધ્યા હતાં. ત્યારે તેમણે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે બાદ કમર મોહસીને વડાપ્રધાન મોદીની હાથે રાખડી બાંધી હતી તે દિવસથી આજ દિવસ સુધી દર વર્ષે રાખડી ( Rakhi 2022 ) મોકલી રહ્યાં છે. તેઓ અમદાવાદના સાણંદના તેલાવ ગામમાં રહે છે.