અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠ વાઈસ ચાન્સલર રાજેન્દ્ર ખીમાણી ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani ) ને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા હટાવવામાં ( UGC versus Gujarat Vidyapeeth ) આવ્યા હતાં. યુજીસીના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં જે અરજી કરી હતી એ અરજીને હાઇકોર્ટે ફગાવી( Rajendra Khimani Plea Rejected by High Court ) દીધી છે.
યુજીસીની દલીલો આ સમગ્ર મામલે UGCના વકીલની ( UGC versus Gujarat Vidyapeeth ) હાઇકોર્ટમાં રજૂઆત હતી કે ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે અરજદાર ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani )ની નિમણુક કાયદા મુજબ થઈ નથી. અરજદાર 2-2-04 થી 31-4- 19 સુધી ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટર તરીકે રહેલા છે. આ સમયગાળા દરમિયાન તેમણે નાણાકીય અને વહીવટી ગેરરીતિ આચરેલી છે. આ મુદ્દા માટે થઈને તપાસ કરવા માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના પણ કરાઈ હતી.
કેન્દ્રીય સમિતિનો મત વાઈસ ચાન્સલેર ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani ) ની નિમણૂક માટે બનતી ત્રણ સભ્યોની સમિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા સભ્યોનો એવો મત હતો કે અરજદાર સામે UGCની તપાસ પડતર હોવાથી તેમની નિમણૂક ન કરવા જોઈએ. આ બાબતનો ઉલ્લેખ નિમેલી તપાસ કમિટીના રિપોર્ટમાં પણ કરાયેલો છે જેના આધારે અરજદારને વાઈસ ચાન્સેલર પદ પરથી હટાવવાનો નિર્ણય ( UGC versus Gujarat Vidyapeeth )લીધો છે.
યૂજીસી ગ્રાન્ટ રોકી શકે યુજીસીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ વાઇસ ચાન્સલેર ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani )ની લાયકાત ધરાવતા ન હોય તો તેને યુજીસી હટાવી શકે છે. જેથી ગુજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખીમાણીને હટાવવામાં આવે. જો કે આ નિર્દેશનું પાલન વિદ્યાપીઠ ( UGC versus Gujarat Vidyapeeth )દ્વારા કરવામાં આવ્યું નથી. જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો ગુજરાત વિદ્યાપીઠને મળતી ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવશે.
ખીમાણીની દલીલો આ સમગ્ર મામલે ડોક્ટર રાજેન્દ્ર ખીમાણી ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani )ના વકીલની રજૂઆત હતી કે વાઇસ ચાન્સેલર તરીકે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે. UGC તેમને રજૂઆતની તક આપ્યા વગર જ એકતરફી નિર્ણય ( UGC versus Gujarat Vidyapeeth ) લીધેલો છે અને યુજીસીનો આ નિર્ણય અયોગ્ય છે તેને રદ કરવામાં આવે. બીજી બાજુ ગુજરાત વિદ્યાપીઠના વકીલની એ પણ રજૂઆત હતી કે ગુજરાત વિદ્યાપીઠ એ ડીમ્ડ યુનિવર્સિટી છે. UGC પાસે વાઈસ ચાન્સેલરને હટાવવાની સત્તા નથી. તમામ પ્રક્રિયા બાદ જ અરજદારની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નિર્દેશનું 8 સપ્તાહમાં પાલન કરવામાં આવે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ રાજેન્દ્ર ખીમાણી ( Gujarat Vidyapeeth VC Rajendra Khimani )એ કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી ( Rajendra Khimani Plea Rejected by High Court ) દીધી છે. હાઇકોર્ટે ગુજરાત વિદ્યાપીઠને આદેશ કર્યો છે કે UGC એ આપેલા નિર્દેશનું 8 સપ્તાહમાં પાલન કરવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટનું આ બાબતે મહત્વનું અવલોકન રહ્યું છે કે યુજીસીએ તમામ પ્રક્રિયાનું પાલન કરીને જે નિર્ણય લીધેલો છે તે યોગ્ય ( UGC versus Gujarat Vidyapeeth ) છે.