ETV Bharat / city

અશુદ્ધ પાણીને શુદ્ધ : ગુજરાત યુનિવર્સિટી વરસાદી પાણીને લઈને "જળ એ જ જીવન" તરફ - Rain Water in Ahmedabad

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વરસાદી (Rain water in Ahmedabad) પાણીને લઈને કામગીરી સામે આવી છે. યુનિવર્સિટીના આસપાસના વિસ્તારમાં વરસાદ પડવાથી પાણીને લઈને લોકોને ભારે (Trouble People due Rain in Ahmedabad) મુશ્કેલી રહેતી હતી, તે યુનિવર્સિટીએ હલ કરવા તરફ પ્રયાસ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વરસાદના (Gujarat University Percolation) અશુદ્ધ પાણીને શુદ્ધ તરફ વાળવાનો પણ પ્રયાસ કર્યો છે.

અશુદ્ધ પાણીને શુદ્ધ : ગુજરાત યુનિવર્સિટી વરસાદી પાણીને લઈને "જળ એ જ જીવન" તરફ

author img

By

Published : Jul 7, 2022, 3:28 PM IST

અમદાવાદ : વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ (Rain in Ahmedabad) જાય છે. આ ભરાયેલા પાણીને કારણે લોકો હેરાન તો થાય છે, સાથે સાથે પાણીનો બગાડ પણ થાય છે. પરંતુ, હવે અમદાવાદના 5 વિસ્તારમાં પાણી ભરાય છે તે હવે ગુજરાત યુનિવર્સીટી દ્વારા ભૂગર્ભમાં પહોંચાડવામાં આવશે. આ માટે ગુજરાત યુનિવર્સિટીએ પરકોલેશન મુકવામાં આવ્યું છે. તેમાંથી પાણી શુદ્ધ થઈને જમીનમાં જશે.

લોકોની હેરાની - ગુજરાત યુનિવર્સિટી રકાબી જેવો વિસ્તાર છે. જેની ચારે બાજુ ઢાળવાળા વિસ્તાર છે. ગુલબાઈ ટેકરા, થલતેજ, વિજય ચાર રસ્તા, ગુરુકુળ અને નવરંગપુરામાં વરસાદ પડે ત્યારે આસપાસના વિસ્તારોમાંથી પાણી અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી પાસે આવતું હતું. રોડ રસ્તા તેમજ બાંધકામ વધી ગયું હોવાને કારણે પાણી વધુ ભરાઈ છે. આ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન થતા જોવા મળતા હતા. સાથે પાણી સુકાઈ જતું અને ગટરમાં જતું જેનાથી પાણીનો બગાડ પણ થતો હતો. આ પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે યુનિવર્સિટીએ દોઢ વર્ષ અગાઉ વિચાર કર્યો હતો અને તે માટે ટ્રાયલ પર એક પરકોલેશન લગાવવામાં આવ્યું હતું. જેમાં ઉપરના ભાગના કાણામાંથી પાણી જમીનમાં જશે જે બાદ પાણી જમીનની અંદર જઈને સંગ્રહ થશે.

ગુજરાત યુનિવર્સિટી વરસાદી પાણીને લઈને "જળ એ જ જીવન" તરફ

પાણીને લઈને પરકોલેશન - પરકોલેશન એ સિમેન્ટ અને કપચી માંથી બને છે. જેમાં અંદરની તરફ પતરા લગાવવામાં આવ્યા છે. જેનાથી અશુદ્ધ પાણી શુદ્ધ થશે. આ શુદ્ધ થયેલા પાણી જમીનમાં ઉતરશે અને જેનો ઉપયોગ થઈ શકશે. ગુજરાત યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ મુજબ જમીનથી 200 મીટર જેટલી ઊંડાઈ પર (Percolation for Rainwater Harvesting) ભૂગર્ભ જળ મળે છે, ત્યારે પરકોલેશન લગાવવાના કારણે 200 મીટરથી ઓછી ઊંડાઈમાં પાણી મળી રહેશે. આ પાણીનો કોઈ પણ વ્યક્તિ બોરથી ખેંચીને ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો : દરિયા દેવ પણ કૃષ્ણ ના પગ પંપાળવાની કરી રહ્યા છે કોશિશ, જૂઓ VIDEO

અશુદ્ધ પાણી શુદ્ધ - ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં નીચાણવાળાની જગ્યામાં 13 પરકોલેશન લગાવવામાં આવ્યા છે. તેમજ હજુ 3 પરકોલેશન લગાવવાની કામગીરી ચાલુ છે. આ પરકોલેશન જ્યાં લગાવવામાં આવ્યા છે. ત્યાંથી પાણી ભૂગર્ભમાં જશે.આ પાણી અશુદ્ધ હશે તો તે શુદ્ધ થઈને ભૂગર્ભમાં જશે. પરકોલેશન દ્વારા ગુલબાઈ ટેકરા, થલતેજ, વિજય ચાર રસ્તા, ગુરુકુળ અને નવરંગપુરનું પાણી જે ગુજરાત યુનિવર્સીટીમાં આવશે. તે લાખો ગેલન પાણીનો હવે ભૂગર્ભમાં (Rainwater Underground in Ahmedabad) સંગ્રહ કરી શકાશે.

1.50 કરોડની ગ્રાન્ટ - ગુજરાત સરકારના ક્લાયમેન્ટ ચેન્જ વિભાગે ગુજરાત યુનિવર્સિટીને (Rain Water in Ahmedabad) આ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ આપ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 1.50 કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવશે. આ ગ્રાન્ટના ઉપયોગથી આવનાર દિવસમાં આ પ્રકારની અનેક પ્રવૃતિઓ કરવાની રહેશે. આ પરકોલેશનને ટ્રાયલમાં સફળતા મળી છે જે બાદ હવે 20 જેટલા પરકોલેશન લગાવવાનો ગુજરાત યુનિવર્સિટીનું લક્ષ્યાંક છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘ તાંડવ: ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા, આગામી દિવસોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી

પાણીનો સંગ્રહ - પ્રોજેક્ટના કોર્ડીનેટર ડૉ. નૈનેશ મોદીએ જણાવ્યું હતું કે, અનેક જગ્યાએ હવે અગાઉ સંગ્રહ કરેલું ભૂગર્ભ જળ પૂરું થઈ ગયું છે. અમદાવાદ પણ આ સ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. 13 પરકોલેશનથી અત્યાર સુધી લાખો ગેલન પાણીનો (Gujarat University Percolation) સંગ્રહ કર્યો છે. હજુ 3 વેલ બની રહ્યા છે અને તે બન્યા બાદ બીજા 4 બનાવવામાં આવશે. એમ કુલ 20 પરકોલેશન વાલ તૈયાર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.