ETV Bharat / city

Gujarat Rain News: રાજ્યમાં 10 દિવસ પહેલા ચોમાસાનું આગમન, 100 ટકાથી વધુ વરસાદની આગાહી - Gujarat monsoon

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થઇ ચુકી છે. આ વર્ષે પ્રથમ વખત 10 દિવસ અગાઉ રાજ્યમાં ચોમાસાની પધરામણી થઈ છે. આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી છે

રાજ્યમાં 10 દિવસ પહેલા ચોમાસાનું આગમન
રાજ્યમાં 10 દિવસ પહેલા ચોમાસાનું આગમન
author img

By

Published : Jun 11, 2021, 4:27 PM IST

Updated : Jun 11, 2021, 5:06 PM IST

  • રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર આગમન
  • 10 દિવસ પહેલા ચોમાસાની થઈ શરૂઆત
  • રાજ્યના અનેક જિલ્લામાં થયો વરસાદ

ગાંધીનગર : ગુજરાતમાં દર વર્ષે 21 જૂન પછી ચોમાસાની સત્તાવાર પધરામણી થાય છે પરંતુ આ વર્ષે પ્રથમ વખત 10 દિવસ અગાઉ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રારંભિક વરસાદની નોંધણી થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે નોંધાશે સારો વરસાદ
ચોમાસામાં વરસાદની વાત કરવામાં આવે તો આ વર્ષે ગુજરાત રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી છે ત્યારે આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 98 થી 101 ટકા જેટલો વરસાદ થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા હોવાની વાત હવામાં નિષ્ણાંતોએ કરી છે ત્યારે ગત વર્ષે પણ ગુજરાત રાજ્યમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષના વરસાદની યાદી

વર્ષ કુલ વરસાદ
2016 727 MM
2017 909 MM
2018 638 MM
2019990 MM
2020957.6 MM

હવામાન નિષ્ણાંતોએ કરી હતી વર્ચ્યુલ બેઠક
મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાની પૂર્વ તૈયારીરૂપે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંતોએ વીડિયો કોન્ફરન્સ યોજીને રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ ચર્ચાઓ કરી હતી. વર્ચ્યુલ બેઠકમાં આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે ક્યારે આવશે. અતિવૃષ્ટિ થાય તેવી પણ આશંકાઓ હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે.

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી હતી
ગયા વર્ષની વાત કરવામાં આવે તો કયા વર્ષે ચોમાસાની સિઝનમાં દ્વારકા ખંભાળિયા જૂનાગઢ અમરેલી જેવા જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી હતી 24 કલાકની અંદર 20 ઇંચ જેટલો વરસાદ ખાબકીને તમામ જગ્યાએ તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આમ આ વર્ષે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વધુ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો: Gujarat rain news - વલસાડમાં બીજા દિવસે પણ મેઘાવી માહોલ, અડધાથી 2 ઈંચ વરસાદ

આ પણ વાંચો: નેઋત્યનું ચોમાસું વલસાડ પહોંચ્યું, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા ચોમાસાનો થયો પ્રારંભ

આ પણ વાંચો: નવસારીમાં મેઘાની પધરામણી, વરસાદ બાદ બફારામાં લોકો શેકાયાં

આ પણ વાંચો: વલસાડ સહિત સંઘપ્રદેશમાં 24 કલાકમાં અડધાથી 3 ઇંચ વરસાદ

Last Updated : Jun 11, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.