ETV Bharat / city

Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!

ગુજરાતમાં રવિવારે વરસાદનો માહોલ (Monsoon Gujarat 2022 ) એવો જામ્યો કે જનજીવન પણ પ્રભાવિત થયું છે. અમદાવાદની (Rain in Ahmedabad ) વાત કરીએ તો ચોમાસાની સીઝન આવી તો ભૂવા પડવાની સીઝન પણ આવી એવા દ્રશ્ય(Vehicle plunged into a ditch ) જોવા મળ્યાં છે. તો કેટલાય વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલાં છે. ભારે વરસાદના પગલે આર્થિક નુકસાની પણ સામે આવી રહી છે.

Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!
Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!
author img

By

Published : Jul 11, 2022, 6:42 PM IST

અમદાવાદ- શહેરમાં છેલ્લા પાંચ-સાત વર્ષમાં ક્યારેય ન પડ્યો હોય તેવો ભયાનક વરસાદ રવિવારે પડી જતાં અમદાવાદની (Rain in Ahmedabad ) હાલત ખરાબ થઈ ગઈ છે. મોડી રાત સુધી ચાલુ રહેલા વરસાદથી (Monsoon Gujarat 2022 ) થયેલી સમસ્યાના દ્રશ્યો સોમવારે શહેરમાં જોવા મળ્યાં ત્યારે લોકો પણ ચોંકી ગયા હતાં. શહેરના કેટલાય વિસ્તારો હજુય પાણીમાં છે ત્યારે રવિવારે પડેલા વરસાદને કારણે મોટું આર્થિક નુક્સાન થયું હોવાનું પણ હવે બહાર આવી રહ્યું છે.

ચોમાસાની સીઝન આવી તો ભૂવા પડવાની સીઝન પણ આવી

આ પણ વાંચોઃ Monsoon Gujarat 2022 : ગુજરાતમાં આ સ્થળે થયો હાઈએસ્ટ 22 ઈંચ વરસાદ, રાજ્યમાં કયાં કેટલો વરસાદ પડ્યો તેની તમામ વિગત

બેઝમેન્ટમાં પાણીથી નુકસાન- ગઈકાલના વરસાદમાં બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ઘૂસવાથી તેમજ શહેરમાં ભૂવા પડવાથી મોટી સંખ્યામાં વાહનોને પણ (Vehicle plunged into a ditch ) નુક્સાન થયું છે. કેટલીક જગ્યાએ વરસાદી પાણીમાં ફસાયેલી ગાડીઓ હજુય રસ્તા પર જ જોવા મળી રહી છે. અમદાવાદમાં (Rain in Ahmedabad )એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે.

આ પણ વાંચોઃ Water in Gujarat Dam : સરદાર ડેમમાં કેટલું વધ્યું પાણી અને કેટલા ડેમ હાઈએલર્ટ પર જૂઓ રાજ્યના તમામ ડેમની માહિતી

શાહીબાગમાં કાર ભૂવામાં ખાબકી - અમદાવાદમાં (Rain in Ahmedabad )ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આખા શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર તમામ જગ્યાઑમાં પાણી ભરાયેલા છે. ઘરો અને દુકાનોમાં પણ હજુ પાણી ઉતર્યા નથી અને રસ્તાઓની તો વાત જ ક્યાં પૂછવી? ત્યારે શાહીબાગમાં કાર ભૂવામાં ખાબકી હતી. શાહીબાગમાં રસ્તા પર કાર જઈ રહી હતી જે જોતજોતામાં જ રસ્તામાં ભુવો પડતા જમીનની અંદર (Car in Pothole in Shahibaug ) ધસી પડી હતી. આ ઘટનામાં કારમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી.જેમાં એક આખી કાર ભૂવામાં સમાઈ ગઈ છે. જોકે અમદાવાદ કોર્પોરેશનેે ભારે જહેમત બાદ કારને બહાર કાઢી લીધી છે અને હવે ભુવો પૂરવાની કામગીરી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.