ETV Bharat / city

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી - Rainfall forecast by the Meteorological Department

રાજ્યમાં ભાદરવા મહિના દરમિયાન ચોમાસાના વધુ એક રાઉન્ડે રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રભુત્વ જમાવી દીધું છે, ત્યારે રાજ્યમાં હજૂ આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Rain forecast
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી
author img

By

Published : Sep 14, 2020, 8:58 PM IST

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

  • હવામાન વિભાગે કરી આગાહી
  • અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાતા વરસાદની શક્યતા
  • રાજ્યમાં સોમવારે અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ
  • કચ્છના મુન્દ્રામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ
  • જાફરાબાદ, વિસાવદર, કલ્યાણપુરમાં 2.5 ઈંચ વરસાદ
  • વંથલી, ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણમાં તેમજ ગુરુવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 33.8, જ્યારે દિવસ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે આગામી મંગળવારથી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના રૂપાલ અને ગાંભોઈમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત કાંકરોલ, લાલપુર, ગોપાલકુંજ, હુંજ, વાવડી, ચંપાલનારમાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ગત 24 કલાકમાં 79 તાલુકામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જેમાં કચ્છના મુન્દ્રામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે જાફરાબાદ, વિસાવદર, કલ્યાણપુરમાં 2.5 ઈંચ વરસાદ અને વંથલી, ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.