ETV Bharat / city

Death of Lions in Gir: હાઇકોર્ટમાં રેલવેનું સોગંદનામુ- બ્રોડગેજ લાઇનનો પ્લાન પડતો મૂકાયો - હાઇકોર્ટમાં રેલવેનું સોગંદનામુ

ગીરમાં નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં ડેવલોપ કરવાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓ મોટો (GUJARAT HIGH COURT SUO MOTO ) ઉપર આજે સુનાવણી થઈ હતી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એફિડેવીટ રજૂ કરતા જણાવ્યું હતું કે, બ્રોડગેજ લાઇનના અપગ્રેડેશન માટેની પ્રપોઝલને હજી મંજૂરી (Broad gauge line plan dropped) મળી નથી. ભારત સરકારની મંજૂરી બાદ જ એપ્રુવલ મળી શકશે. આ સામે કોર્ટે જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર આગામી સમયમાં આ માટેનો નિર્ણય કરે ત્યારે કોર્ટ મિત્ર કોર્ટ સમક્ષ રજુઆત કરી શકશે.

Death of Lions in Gir: હાઇકોર્ટમાં રેલવેનું સોગંદનામુ- બ્રોડગેજ લાઇનનો પ્લાન પડતો મૂકાયો

author img

By

Published : Dec 7, 2021, 5:50 PM IST

  • રેલવે અને રાજ્ય સરકારના સોગંદનામામાં વિરોધાભાસ
  • બ્રોડગેજ લાઇનનો પ્લાન પડતો મૂકાયો
  • વધુ સુનાવણી 22 ડિસેમ્બરે યોજાશે

અમદાવાદ: ગીરમાં સિંહો (Death of Lions in Gir )ની સલામતીને ધ્યાનમાં રાખી બ્રોડગેજ લાઇન અને તેના ઇલેક્ટ્રિફિકેશન થવાને લઇ કોર્ટમાં હાથ ધરાયેલી સુઓમોટો (GUJARAT HIGH COURT SUO MOTO ) ઉપર આજે સુનાવણી થઈ હતી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર અને રેલવે ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ રેલવે સોગંદનામામા કહી રહી છે કે, તેઓ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં ડેવલપ કરવાના પ્રોજેક્ટ્સ (Broad gauge line plan dropped) ઉપર આગળ કાર્યવાહી નહીં કરે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર કહે છે કે, હજી પ્રપોઝલ વિચારાધીન છે અપડેશન માટેની પ્રપોઝલને મંજૂરી મળી નથી.

રેલવે ઓથોરિટી દ્વારા કરાઇ રજૂઆત

સુનાવણી દરમિયાન પશ્ચિમ રેલવેના ડીવીઝનલ મેનેજર હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં વિસાવદરથી તલાલા વચ્ચેની રેલવે લાઈનને બ્રોડગેજ લાઇન કરવાનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી પ્લાન પડતો મુકાયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

LNG ગેસ પાઇપલાઇન મુદ્દે કોર્ટમાં થઈ રજૂઆત

બ્રોડગેજ લાઇન સિવાય એલ.એન.જી ગેસ પાઇપલાઇન મુદ્દે પણ કોર્ટ મિત્ર હેમાંગ શાહે ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, એલ.એન.જી લાઈન ફોરેસ્ટ એરિયાના બફર ઝોનમાંથી પસાર થાય છે. એલ.એન.જી લાઈન ફોરેસ્ટ એરિયાથી માત્ર 4.81 કિલોમીટરના અંતરે જ આવેલી છે. તેથી લાઈન નાખી શકાય નહીં. હાલ સિહોની ભૌગોલિક સ્થિતીનો અભ્યાસ કરવામાં આવે તો પણ સિંહ માત્ર ગીરમાં જ નહીં પણ રાજકોટ સુધી વિચરણ કરે છે. તેથી બફર ઝોનમાં ગેસ લાઇન નાંખી ન શકાય. આ માટેની વધુ સુનાવણી 22 ડિસેમ્બરે યોજાશે.

આ પણ વાંચો: સાસણ નજીક સફારી પાર્કમાં સિંહણનો ફોટો થયો વાયરલ: જાણો કારણ

આ પણ વાંચો: Gir Safari Park : ગીરમાં સિંહોની થતી પજવણી મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, લાયન સફારીમાં ઘટાડો કરવા સૂચન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.