ETV Bharat / city

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કરાયેલી પિટિશન સામે રેલવે વિભાગનો કોર્ટમાં જવાબ - Bullet Train Project

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ( Bullet Train Project ) સામે સાબરમતી વિસ્તારના મજદૂર સંગઠનોએ પુનર્વસન માટેની માંગણી કરતી ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં અરજી કરવામાં આવી હતી. તેના આજે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પિટિશન સામે વેસ્ટન રેલવે ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. વધુમાં આગામી સોમવારે કોર્ટમાં ફરિવાર આ વિષયને લઈને સુનાવણી યોજાશે.

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કરાયેલી પિટિશન સામે રેલવે વિભાગનો કોર્ટમાં જવાબ

author img

By

Published : Jun 22, 2021, 7:35 PM IST

  • બુલેટ ટ્રેન જમીન સંપાદન સામે પુનર્વસનની માંગણી કરતી પિટિશનનો મામલો
  • વેસ્ટન રેલવે ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે કોર્ટમાં જવાબ કર્યો રજૂ
  • આગામી સોમવારે કોર્ટમાં ફરિવાર આ વિષયને લઈને સુનાવણી યોજાશે

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં અગાઉ બુલેટ ટ્રેન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ( Bullet Train Project ) સામે સાબરમતી વિસ્તારના મજદૂર સંગઠનોએ પુનર્વસન માટેની માંગણી કરતી પિટિશન દાખલ કરી હતી. જેની સામે આજે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પિટિશન સામે વેસ્ટન રેલવે ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. તેમણે પોતાના જવાબમાં જણાવ્યું છે કે, પિટિશન કરનાર અરજદારને કાયદાકીય રીતે પિટિશન દાખલ કરવાનો અધિકાર નથી. આ પિટિશન જાહેર હિતને બદલે સ્વહિત માટે કરાઈ છે. જોકે, અરજદારે આ માટેનો જવાબ રજૂ કરવા કોર્ટ પાસેથી મુદત માંગી છે. આગામી સોમવારે કોર્ટમાં ફરિવાર આ વિષયને લઈને સુનાવણી યોજાશે.

આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જમીન સંપાદન મામલે અલ્ટીમેટમ આપતા નાણાવટી ચાલના રહીશોમાં નારાજગી

રેલવે ઓથોરિટી પાસે દબાણકારોના પુનર્વસન માટેની કોઈ પોલિસી નહી

ઉલ્લેખનીય છે કે, વેસ્ટન રેલવે ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે કોર્ટમાં રજુ કરેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, રેલવે ઓથોરિટી પાસે દબાણકારોના પુનર્વસન માટેની કોઈ પોલિસી નથી. જ્યાં સુધી જેપીની ચાલીની વાત છે તે રેલવેની જમીન ઉપર નથી. તેથી રેલવે દ્વારા અહીથી કોઈપણ વસાહતને હટાવવામાં આવી નથી. વધુમાં જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે અરજદારોએ પિટિશન દાખલ કરી છે તેઓ જેપીની ચાલીમાં રહેતા નથી. જેપીની ચાલી રેલવે સબ સ્ટેશનના પાછળના ભાગે આવેલી છે. જ્યાં, વ્યક્તિઓ દ્વારા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર, 2 મામલતદાર સહિત 3 ઝડપાયાં

શું છે પિટિશનમાં અરજદારોની માંગણી?

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા જેપીની ચાલીના મજદૂર સંગઠને કોર્ટમાં રજૂઆત કરી છે કે, તેઓ વર્ષ 1991થી અહીં રહી રહ્યા છે. તેથી એકાએક તેમને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે. આ સામે તેમણે કોર્ટમાં માંગણી કરી છે કે, કોર્ટ સરકારને આદેશ આપે કે તેઓ મજુર સંગઠન માટે પુનર્વસનની વ્યવસ્થા કરી આપે. જોકે, વેસ્ટન રેલવે ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડે કોર્ટમાં રજૂ કરેલા જવાબ સામે અરજદારે જવાબ રજૂ કરવા માટે સોમવાર સુધીનો સમય લીધો છે. આથી, આગામી સુનાવણી સોમવારે કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.